17, મે 2021
1287 |
દિલ્હી-
દેશના પેટ્રોલ-ડીઝલના બજારમાં એક દિવસની જ સ્થિરતા રહી શકી. સરકારી ઓઇલ કંપનીઓએ આજે ફરી બંને ઇંધણના ભાવમાં વધારો કર્યો છે. આમ પણ ગાઝા પટ્ટીમાં ફરી એક વાર તણાવ વધતાં અમેરિકા અને પશ્ચિમ એશિયાના દેશોની ઓઇલ સ્ટ્રેટેજી ઉપર પણ અસર વધી રહી છે. આ કારણે આ સપ્તાહના અંતમાં આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ફરી વધ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ ૧૦૩.૨૭ રૂપિયા અને ડીઝલ ૯૫.૭૦ રૂપિયા પ્રતિ લીટર થઈ ગયું છે.