સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર ઝાલાવાડમાં છેલ્લા બે-ત્રણ દિવસથી શિત લહેરની સ્થિતિ છે. હાડ થીજવતી ઠંડીમાં એક તરફ લોકો ઠૂંઠવાઈ રહ્યા છે. તો બીજી બાજુ આ ઠંડીથી રવીપાકોને ફાયદો થવાની આશા ખેડૂતોને છે. ઝાલાવાડનાં ખેડૂતોએ ૨,૦૫,૭૦૧ હેક્ટર વિસ્તારમાં વિવિધ શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. સુરેન્દ્રનગરમાં ૧૪ જાન્યુઆરીએ ૧૦.૫ ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યા બાદ બે દિવસમાં તાપમાનનો પારો ૧૦થી નીચે ગગડી ગયો હતો, અને ૧૬ જાન્યુઆરીએ ૮.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. ઝાલાવાડનાં ખેડૂતોએ આ સિઝનમાં ૨,૦૫,૭૦૧ હેક્ટરમાં ઘઉં, ચણા, જીરું, ધાણા, ઈસબગુલ, વરીયાળી, રાઈ વગેરેનું

વાવેતર કર્યું છે.

ઝાલાવાડનાં ખેડૂતોએ આ ઉપરાંત લસણ, ડુંગળી, બટેટા, અજમો, ડાંગર અને શાકભાજીનું પણ વાવેતર કર્યું છે.ટકાવારીની દૃષ્ટિએ અત્યાર સુધીમાં ૩૨.૯૪ ટકા શિયાળુ વાવેતર થયું છે અને હાલમાં પડી રહેલી ઠંડીથી શિયાળુ પાકને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ ૪૬,૫૧૭ હેક્ટરમાં પિયત અને બિનપિયત ઘઉંનું વાવેતર કર્યું છે. ૩૯,૬૪૮ હેક્ટરમાં ચણાનું, ૫,૭૧૭ હેક્ટરમાં રાઈનું, ૩૩,૨૯૯ હેક્ટરમાં જીરૂ અને ૩૩,૧૪૧ હેક્ટરમાં ધાણાનું વાવેતર કર્યું છે. ૭૮૨ હેક્ટરમાં ઈસબગુલ અને ૧૪,૧૯૫ હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર કર્યું છે. ૫૧૪ હેક્ટરમાં અજમો, ૨૭,૮૮૫ હેક્ટરમાં વરિયાળીનું વાવેતર કરાયું છે. જિલ્લામાં સૌથી વધુ વાવેતર ૭૫,૪૬૫ હેક્ટરમાં ધ્રાંગધ્રા તાલુકાનાં ખેડૂતોએ કર્યું છે. જ્યારે સૌથી ઓછું વાવેતર ૧,૫૬૧ હેક્ટરમાં સાયલા તાલુકામાં વાવેતર થયું છે. ચોટીલા તાલુકામાં ૧૦,૦૪૨ હેક્ટરમાં, ચુડા તાલુકામાં ૧૨,૦૭૭ હેક્ટરમાં, દસાડા તાલુકામાં ૧૭,૧૨૦ હેક્ટરમાં, લખતર તાલુકામાં ૧૭,૦૦૫ હેક્ટરમાં, લીંબડી તાલુકામાં ૧૬,૪૮૫ હેક્ટરમાં થાનગઢ તાલુકામાં ૩,૫૭૭ હેક્ટરમાં અને વઢવાણ તાલુકામાં ૨૯,૬૮૯ હેક્ટરમાં વાવેતર થયેલ છે. ઘઉંનું સૌથી વધુ વાવેતર ધ્રાંગધ્રા તાલુકામાં થયું છે. ચણાનું સૌથી વધુ વાવેતર લીંબડી તાલુકામાં થયું છે. જીરુંનું સૌથી વધુ વાવેતર દસાડા તાલુકામાં થયું છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકામાં ધાણા, વરિયાળીનું સૌથી વધુ વાવેતર થયું છે.ઝાલાવાડનાં ખેડૂતોએ આ ઉપરાંત લસણ, ડુંગળી, બટેટા, અજમો, ડાંગર અને શાકભાજીનું પણ વાવેતર કર્યું છે. ટકાવારીની દૃષ્ટિએ અત્યાર સુધીમાં ૩૨.૯૪ ટકા શિયાળુ વાવેતર થયું છે અને હાલમાં પડી રહેલી ઠંડીથી શિયાળુ પાકને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે.