પીએમ મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સાથે મંદિર પહોંચ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026  |   1188


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય ઈન્ડોનેશિયા પ્રવાસના અંતિમ દિવસે યોગ્યાકાર્તા સ્થિત ઐતિહાસિક પ્રમ્બાનન મંદિરની મુલાકાત લીધી હતી. લગભગ ૧૦૦૦ વર્ષ જૂના આ હિન્દુ મંદિરની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અદભુત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. નોંધનીય છે કે ભારત હવે આ મંદિરને નવજીવન આપવા જઈ રહ્યું છે અને બંને દેશો વચ્ચે મંદિરના પુનર્નિર્માણ તથા જીર્ણોદ્ધારને લઈને સહમતિ સધાઈ છે.

 મોદી ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો સાથે મંદિર પરિસર પહોંચ્યા હતા. તેમણે વિમાનમાંથી જ મંદિરના ભવ્ય પરિસરનો એક વીડિયો શેર કર્યો હતો. ત્યારબાદ બંને નેતાઓએ યુનેસ્કોની વિશ્વ ધરોહર યાદીમાં સામેલ પ્રમ્બાનન મંદિરની સંરક્ષણ અને પુન:સ્થાપન પરિયોજનાનો શુભારંભ કર્યો. જેને ભારત-ઈન્ડોનેશિયા વચ્ચેના સાંસ્કૃતિક સહયોગનો મહત્વપૂર્ણ પડાવ ગણવામાં આવી રહ્યો છે. આ પહેલા મંગળવારે બંને દેશોએ મંદિરના સંરક્ષણ અંગે એક લેટર ઓફ ઈન્ટેન્ટ પર પણ સહમતિ દર્શાવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution