ઘરેથી કહ્યા વગર નીકળી ગયેલ બે ભાઈ સહિત ત્રણનું વટવા પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુન 2026  |   3069

વટવા વિસ્તારના બે જાેડિયા ભાઈઓ અને તેમનો એક મિત્ર કોઈને જણાવ્યા વગર સાયકલ સાથે મુંબઈ ફરવા નીકળી પડતા પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. મુંબઈના જુહુ અને બાંદ્રામાં સાયકલ સવારી કરી જ્યારે તેઓ વડોદરા પરત ફર્યા, ત્યારે ૪૦૦ જેટલા ઝ્રઝ્ર્ફ કેમેરાની મદદથી પોલીસે તેમને શોધી કાઢ્યા હતા. અંતે માતા-પિતા સાથેના મિલન સમયે પોલીસ સ્ટેશનમાં ખૂબ જ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. વટવા વિસ્તારમાં ૧૨ વર્ષના બે સગા જાેડીયા ભાઈઓ અને ૧૮ વર્ષનો યુવક રહે છે. ત્રણેય ૨૯ મેના રોજ તેમના મિત્રના જન્મદિવસની ઉજવણીમાં ભેગા થયા હતા. બર્થ ડે પાર્ટી દરમિયાન આ ત્રણેય મિત્રોએ બહાર ફરવા જવાનો પ્લાન બનાવ્યો હતો.૩૧ મેના રોજ બપોરે વટવા વિસ્તારમાંથી આ ત્રણેય ભેગા મળીને નીકળી ગયા હતા. બે ભાઈઓ અને યુવક ઘરે ન હોવાની જાણ માતા-પિતાને થતા તેઓ પોલીસ પાસે પહોંચ્યા હતા ને પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી હતી.ત્રણેય મિત્રો પોતાની સાયકલો લઈને વટવા રેલ્વે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાંથી સાયકલ સાથે જ ટ્રેનમાં બેસીને તેઓ પહેલા વડોદરા (બાજવા) સ્ટેશને ગયા હતા. રાતનો સમય થયો હોવાથી તેઓ રાત્રે જ રેલવે સ્ટેશન પર સુઈ ગયા હતા અને પછી મુંબઈ જવાની ટ્રેનમાં તેઓ બેસી ગયા હતા. ટ્રેનમાં સાયકલ પોતાની સાથે જ રાખી હતી.મુંબઈમાં બે દિવસ રોકાયા હતા. સાયકલ પોતાની સાથે જ હતી અને સાયકલ ઉપર તેઓ જુહુ ચોપાટી, બાંદ્રા અને અન્ય જાેવાલાયક સ્થળોએ ગયા હતા. વટવા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા બાળકો પોતાના ઘરેથી નીકળ્યા ત્યારબાદ રોડ પરના અને અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવ્યા હતા. રેલવે સ્ટેશન પરના સીસીટીવી ફૂટેજ જ્યારે તપાસવામાં આવ્યા ત્યારે પોલીસને રેલવે સ્ટેશન પર સાયકલ લઈને જતા જાેવા મળ્યા હતા. જેથી ટ્રેનમાં બેસી અને ગયા હોવાની શંકા ગઈ હતી અને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. વટવા પોલીસે ઘટનાની ગંભીરતા જાેઈ અલગ-અલગ ટીમો બનાવી હતી. મુંબઈ સુધીના રેલ્વે સ્ટેશનો અને મોટા શહેરોમાં બાળકોના ફોટા સોશિયલ મીડિયા અને લોકલ પોલીસમાં વહેતા કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ શરૂ કરી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution