પોરબંદર: જિલ્લામાં 309 ઉમેદવારો વચ્ચે 124 બેઠક પર જામશે ચૂંટણી જંગ
17, ફેબ્રુઆરી 2021 1287   |  

પોરબંદર-

સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે ત્યારે ગત તારીખ 16 ફેબ્રુઆરીના રોજ ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જે અંતર્ગત પોરબંદર જિલ્લામાં કુલ 56 ફોર્મ પરત ખેંચાયા છે. જ્યારે અન્ય 25 ફોર્મ અમાન્ય કરવામાં આવ્યા હતા ત્યારે હવે પોરબંદર જિલ્લામાં ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને હરીફ ઉમેદવારોનું લિસ્ટ સામે આવી ગયું છે.

પોરબંદર તાલુકા પંચાયતમાં 22 બેઠક પર ભાજપ-કોંગ્રેસના 22-22 અને બે BSP તથા 05 AAP અને 03 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. 01 ફોર્મ અમાન્ય અને 01 ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું. કુલ 54 ઉમેદવાર વચ્ચે ચૂંટણીનો જંગ જામશે. કુતિયાણા તાલુકા પંચાયતમાં 16 બેઠક પર 42 ફોર્મ ભરાયાં હતાં જેમાં 08 અને 01 ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું. આમ 16 ભાજપ અને 16 કોંગ્રેસ તથા 01 અપક્ષ મળી કુલ ૩૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠકો ઉપર કુલ 45 ફોર્મ ભરાયાં હતાં જેમાં 02 અમાન્ય અને 02 પરત ખેંચાતા 16 કોંગ્રેસ અને 16 ભાજપ 02 BSPએ AAP અને 06 અપક્ષ એમ 41 ઉમેદવારો વચ્ચે જંગ લડવામાં આવશે. પોરબંદર પાલિકામાં 13 વોર્ડમાં કુલ 52 બેઠક પર 155 ફોર્મ ભરાયાં હતાં. જેમાં 13 ફોર્મ અમાન્ય અને 01 ફોર્મ પરત ખેંચાયું હતું. આમ હવે ભાજપ 52, કોંગ્રેસને 52, 11 BSP, 5 અપક્ષ અને 21 AAPના ઉમેદવાર મળી કુલ 141 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution