પોર્ટુગલ વર્લ્ડ કપના રાઉન્ડ ઑફ-૧૬માં પહોંચી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
03, જુલાઈ 2026  |   297


સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની ટીમ પોર્ટુગલે ફૂટબોલ વર્લ્ડ કપના પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ટીમે શુક્રવારે ક્રોએશિયાને ૨-૧થી હરાવ્યું. હવે પોર્ટુગલનો મુકાબલો ૨૦૧૦ની ચેમ્પિયન સ્પેન સામે ૭ જુલાઈએ થશે. સ્પેને ઓસ્ટ્રિયાને ૩-૦થી હરાવ્યું. ટીમે ૨૦૧૦ પછી પહેલીવાર નોકઆઉટ મેચ જીતી છે. એક અન્ય મેચમાં સ્વિટ્ઝર્લેન્ડે અલ્જીરિયાને હરાવીને સતત ચોથી વાર ટૉપ-૧૬માં સ્થાન બનાવ્યું.

ટોરેન્ટો સ્ટેડિયમમાં ઇવાન પેરિશિચે હાફ ટાઇમ પછી ગોલ કરીને ક્રોએશિયાને ૧-૦થી આગળ કરી દીધું. ૬૮મી મિનિટે ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પેનલ્ટી પર બરાબરીનો ગોલ કર્યો. ફુલ ટાઇમ સુધી સ્કોર ૧-૧ રહ્યો. ઇન્જરી ટાઇમમાં ગોન્સાલો રામોસે હેડરથી ગોલ કરીને પોર્ટુગલની જીત લગભગ પાકી કરી દીધી.

છેલ્લા ક્ષણોમાં ક્રોએશિયાએ બરાબરીનો ગોલ કર્યો, પરંતુ ફછઇ રિવ્યુ પછી મારિયો પાસાલિચ ઓફસાઇડ જણાયો અને ગોલ રદ કર્યો. આ ર્નિણયથી નારાજ ક્રોએશિયન ચાહકોએ મેદાન પર બોટલો ફેંકી અને રેફરી વિરુદ્ધ વિરોધ પ્રદર્શિત કર્યો.મેચનો પ્રથમ હાફ ગોલ રહિત રહ્યો. પોર્ટુગલનું વર્ચસ્વ રહ્યું, પરંતુ ટીમ ગોલ કરી શકી નહીં. હાફ ટાઇમ પછી જાેસિપ સ્તાનિશિચના ક્રોસ પર ઇવાન પેરિશિચે ૫૩મી મિનિટે ગોલ કરીને ક્રોએશિયાને ૧-૦ની લીડ અપાવી.૬૮મી મિનિટે પોર્ટુગલને મળેલી પેનલ્ટી પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સ્કોર ૧-૧ કરી દીધો. આ વર્લ્ડ કપ નોકઆઉટ મેચમાં રોનાલ્ડોનો પહેલો ગોલ છે. તે આ સ્ટેજમાં ગોલ કરનાર દુનિયાના સૌથી વૃદ્ધ ખેલાડી બન્યો છે. તેણે ૪૧ વર્ષ ૧૪૭ દિવસની ઉંમરે ગોલ કર્યો. તેણે પોતાના જ દેશના પેપેના રેકોર્ડને પાછળ છોડ્યો.મેચ એક્સ્ટ્રા ટાઇમમાં જતી દેખાઈ રહી હતી. પરંતુ ઇન્જરી ટાઇમમાં રાફેલ લિયાઓના ક્રોસ પર ગોન્કાલો રામોસે હેડરથી પોર્ટુગલને ૨-૧ની લીડ અપાવી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution