લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, મે 2026 |
2970
વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી છે. હાલમાં તેમની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમાનંદ મહારાજની નાદુરસ્ત તબિયતને કારણે તેમની રાત્રિ પદયાત્રા અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવી છે. વધુમાં તેમના એકાંતિક દર્શન પણ હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે. આશ્રમ વહીવટીતંત્રની આ જાહેરાત બાદ ભક્તો ચિંતિત જાેવા મળ્યા હતા.
રવિવારે રાત્રે મોટી સંખ્યામાં ભક્તો મહારાજજીના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા હતા. ભક્તોને આશા હતી કે પ્રેમાનંદ મહારાજ સવારે ૩:૦૦ વાગ્યાની આસપાસ તેમની પદયાત્રા માટે નીકળશે. , આ પ્રેમાનંદ મહારાજ આવ્યા નહોતા, આશ્રમના શિષ્યો તેમની જગ્યાએ આવ્યા હતા. લાઉડસ્પીકરથી ભક્તોને જાણ કરી કે મહારાજ બીમાર છે અને પદયાત્રા રદ કરાઇ છે. ભક્તોને ભીડ ન કરવા પણ અપીલ કરાઇ હતી. આ જાહેરાત બાદ હજારો ભક્તોને દર્શન કર્યા વિના પાછા ફરવાની ફરજ પડી હતી.કાલી કુંજ આશ્રમ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે પ્રેમાનંદ મહારાજ ૨૧ વર્ષથી કિડની સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમની બગડતી તબિયતને કારણે તબીબોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. ભક્તો પણ રાધા રાણીને પ્રેમાનંદ મહારાજના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.