અમદાવાદ એરપોર્ટ ઉપર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું સ્વાગત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
13, એપ્રીલ 2026  |   2574

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત આજે અમદાવાદ એરપોર્ટ પર પધાર્યાં ત્યારે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી પ્રફુલ પાનશેરિયા, મુખ્ય સચિવ એમ. કે. દાસ, રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા કે.એલ.એન રાવ, એર માર્શલ મહેતાબસિંહ દેશવાલ, જીઓસી ગૌરવ બગ્ગા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક તથા અમદાવાદ કલેકટર સુજીત કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓએ રાષ્ટ્રપતિનું અભિવાદન કરી તેમને આવકાર્યાં હતાં.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution