રાજપીપળા

સરકારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આડમાં ગરુડેશ્વર તાલુકાના ૧૨ ગામના ખેડૂતોમાં સીધી ૧૩૫ની કાચી એન્ટ્રી પાડી દેતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ખેડૂતો વિરોધ ન કરી શકે તે માટે આ નોટિસો પણ તેમને રાત્રે મોકલાઈ હતી. ર્જીંેંની નજીક આવેલા ઝરવાણી સહિતના ૧૨થી વધુ ગામના તલાટી દ્વારા ખેડૂત ખાતેદારોની જમીનમાં કાચી એન્ટ્રી પાડી દેવાતા સરકાર હવે અમારી જમીનો પચાવી પાડશે તેવી દહેશત ગ્રામજનોમાં ફેલાઈ ગઈ છે.

ગરુડેશ્વર તાલુકાના ધીરખાડી, ઝરવાણી, ગોરા સહિતના ૧૨ ગામોમાં ખેડૂતોની જમીનમાં કોઈપણ પ્રકારની જાણ વગર કાચી એન્ટ્રી પાડવામાં આવતા ગ્રામજનો રોષે ભરાયા છે. તેઓ સરકારની આ નીતિનો વિરોધ કરી રહ્યા છે. કાચી એન્ટ્રી રદ નહી કરવામાં આવે તો જલદ આંદોલન કરવાની પણ ચીમકી આપી છે. ખેડૂતોએ આ અંગે તરત જ સ્થાનિક સાંસદ મનસુખ વસાવા, કલેક્ટર ડી.એ. શાહ, વનમંત્રી ગણપત વસાવા અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યુ છે. નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગ્રામજનોને આ વિસ્તારન ઇકો-સેન્સિટિવ જાહેર કરીને તેની જમીન સરકાર પચાવી પાડશે તેવી દહેશત છે. તેના લીધે આ વિસ્તારના ગ્રામજનો જમીનવિહોણા થઈ જશે તેવો ડરછે, તેથી સરકારે તાત્કાલિક અસરથી આ કાચી એન્ટ્રી રદ કરવી જાેઈએ તેવી તેમની માંગ છે. જંગલ વિસ્તારમાં આવેલા ગામોને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યા છે તો પછી કાચી એન્ટ્રી કેવી રીતે પડી તેવો સવાલ પણ લોકોએ કર્યો છે. લોકો તેમની આ મુશ્કેલી લઈ સાંસદ મનસુખ વસાવાને ઘરે પહોંચતા તેમણે આ અંગે રાજ્ય અને કેન્દ્રમાં રજૂઆત કરીને આદિવાસીઓને ન્યાય અપાવવાની ખાતરી આપી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કાચી એન્ટ્રી કેમ પાડવામાં આવી તે અંગે હું કલેક્ટર અને સરકારને પૂછીશ. પાંચ વર્ષ પહેલા પણ મેં સરકારમાં લખ્યું હતું. આ વર્ષે પણ હું ભારત સરકાર અને રાજ્ય સરકારમાં લખીશ. સ્થાનિકો માટે સરકાર સામે લડવાનું થશે તો પણ હું લડી લઈશ.

ગરુડેશ્વના નાયબ મામલતદાર મેહુલ વસાવાએ જણાવ્યું હતું કે હાલ કાચી એન્ટ્રી જ પડી છે. પાકી એન્ટ્રી થાય છે કે નહીં તે ર્નિણય તો સરકારનો જ હશે.