લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, એપ્રીલ 2026 |
વડોદરા |
2277
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપાના ઉમેદવારો સામે રોષ વ્યક્ત કરવાનો સીલસીલો યચાવત રહ્યો છે. થોડા દિવસ પૂૂર્વે વોર્ડ નં-૧૨માં વિશ્વામિત્રી કાલીદાસ ચાલીમાં ડ્રેનેજ, પાણી પ્રશ્ને વિરોધ થયા બાદ હવે આજ વોર્ડમાં આવતી પ્રમુખ સ્વામી કૂટીરના ગેટ પર ભાજપાના કોઈપણ નેતાએ સોસાયટીમાં પ્રવેશ કરવો નહીના બેનર સાથે પાંચ વર્ષમાં એકવાર આવવુ તે પણ વોટ લેવા, કોઈપણ કામ કરવુ નહીતેવા કટાક્ષ સાથે બેનર લગાડીને રોષ વ્યક્ત કર્યો હતો.
ભાજપા વિરૂદ્ધ પોસ્ટર લાગતા અનેક તર્ક વિતર્ક સર્જાયા છે. સ્થાનિકોના કહેવા મુજબ પાંચ વર્ષ કોઈ દેખાયા નથી. કોઈ વિકાસનું કામ થયુ નથી. શુદ્ધ પિવાનું પાણી, ડ્રેનેજની સમસ્યા એવીજ છે. વરસાદી પાણી ભરાય છે. રજૂઆતો કરવા છતાં એકપણ કામો થયા નથી. એટલે ના છુંટકે અમને આ બેનર લગાડવુ પડ્યુ છે. પૂરની પરીસ્થિતીમાં પણ કોઈ જાેવા આવ્યુ નથી તેમપણ કહ્યુ હતુ. એટલે અમારો વિરોધ છે. વોટીંગ તો કરીશુ, ભાજપાનો નહી પણ ભાજપાના નેતાઓનો વિરોધ હોવાનું કહ્યું હતુ.