રાહુલ દ્રવિડના પુત્ર અન્વયે શ્રીલંકા અંડર-૧૯ ટીમ સામે પ્રતિભા દર્શાવી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
06, જુલાઈ 2026  |   2079


ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડના પુત્ર અન્વય દ્રવિડે ભારત અંડર-૧૯ ટીમ માટે રમતી વખતે પોતાની પ્રતિભા બતાવી. શ્રીલંકા અંડર-૧૯ ટીમ સામેની બીજી બિનસત્તાવાર વનડેમાં, વિકેટકીપર-બેટ્સમેને શાનદાર અડધી સદી ફટકારી, જેના કારણે ભારત અંડર-૧૯ ટીમ ૪૭.૨ ઓવરમાં ૨૮૫ રન સુધી પહોંચી ગઈ. દ્રવિડે ૬૭ બોલમાં ૮૭ રન (૯ ચોગ્ગા અને એક છગ્ગા) બનાવ્યા. જાેકે તે સદી ચૂકી ગયો, ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો, પરંતુ તેમની શરૂઆત નબળી રહી, એક સમયે ચાર વિકેટે ૮૧ રન હતા. અન્વય અને અર્જુન રાજપૂત (૭૬) એ ટીમને મુશ્કેલીમાંથી બચાવી. અન્વય અને રાજપૂતે પાંચમી વિકેટ માટે ૧૪૫ રન ઉમેરીને ભારતને ૨૨૧ રન સુધી પહોંચાડ્યું. અન્વયે આક્રમક બેટિંગ કરી અને ૪૭ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. તેની પાસે સદી ફટકારવાની સારી તક હતી, પરંતુ ડાબોડી ફાસ્ટ બોલર ગિમ્હન મેન્ડિસે તેને આઉટ કર્યો, જેણે શ્રીલંકા માટે ૪૧ રનમાં પાંચ વિકેટ લીધી. ૨૨ રનમાં છેલ્લી ત્રણ વિકેટ ગુમાવી દીધી. ભારતે પહેલી મેચમાં શ્રીલંકાને ચાર વિકેટથી હરાવ્યું હતું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution