દિલ્હી-

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાંધ્યું છે. તેમજ કહ્યું કે સંગઠીત અને અસંગઠીત અર્થ વ્ય્વસ્થાના કોરોના પહેલા જ બુરા હાલ છે. તેમણે સરકારને ભલામણ કરી છે કે જયા સુધી ખેડૂતો અને મજૂરોને તેમના હાથમા નાણાં આપવામા નહીં આવે ત્યાં સુધી સ્થિતિમા કોઈ સુધારો આવશે નહીં.

રાહુલ ગાંધીએ થોડા સમય પૂર્વે એક વિડીયો ટ્વીટ કરીને લખ્યું કે સ્વ. રાજીવ ગાંધીજીની જયંતિ પર છત્તીસગઢ કોંગ્રેસમાં કાર્યક્રમ દરમ્યાન મારા સંબોધનના કેટલાક અંશો. સંગઠીત અને અસંગઠીત અર્થ વ્યવસ્થામા કોવીડ-૧૯ પહેલા વધારે ખરાબ હાલત છે. જ્યાં સુધી નાણા સીધે સીધા ખેડૂતો, મજૂરો અને એમએસએમઈને આપવામા નહીં આવે ત્યાં સુધી સુધાર નહીં થઈ શકે.

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી અને તેમના પિતા રાજીવ ગાંધીની જન્મ જયંતિ પર છત્તીસગઢમા આયોજિત કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સમા માધ્યમથી સંબોધિત કર્યો હતો. તેમણે કહ્યું દેશમા ગત વર્ષે લોકોને મોટું નુકશાન થયું છે. હિન્દુસ્તાનની અર્થવ્યવસ્થાને સમજવી હશે તો એ બાબતને સમજવી પડશે કે હિન્દુસ્તાનમા બે અર્થવ્યવસ્થા છે. એક સંગઠીત અર્થ વ્યવસ્થા જેમાં મોટી મોટી કંપનીઓ સામેલ છે.