લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, એપ્રીલ 2026 |
1782
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસમાં મોટાભાગે હવામાન સૂકું રહેવાની સંભાવના છે. જ્યારે ચોથો અને પાંચમો દિવસ એટલે કે ૧૯ અને ૨૦ એપ્રિલના રોજ અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. ૧૯ એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં વરસાદ પડી શકે છે. જ્યારે ૨૦ એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, તાપી અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ગરમ અને ભેજવાળું વાતાવરણ વિશે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, આગામી ૩ દિવસ સુધી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમી અને ભેજવાળું વાતાવરણ રહેશે. મહત્તમ તાપમાન આગામી ૩ દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જાેવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ તાપમાનમાં ૨ થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. છેલ્લા ૨૪ કલાકનું તાપમાન વિશે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૦.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગાંધીનગરમાં ૪૦.૨ ડિગ્રી સેલ્સિયસ જ્યારે સૌથી વધુ રાજકોટમાં ૪૦.૭ ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી દિવસોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. પવનની દિશા અત્યારે પશ્ચિમ થી ઉત્તર-પશ્ચિમ તરફની છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે અને એક ‘ટ્રફ’ સિસ્ટમ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી મણિપુર સુધી ફેલાયેલી છે, જેની અસર ગુજરાતના વાતાવરણ પર જાેવા મળી રહી છે.