23, જુલાઈ 2025
ગાંધીનગર |
2376 |
11 તાલુકાઓમાં એક ઈંચ થી વધુ વરસાદ નોંધાયો
આ વર્ષે ગુજરાતમાં ચોમાસાએ પ્રારંભમાંજ જમાવટ કરી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસ થી છુટાછવાયા વરસાદ બાદ ફરી મેધરાજાએ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં મહેર કરતાં ધરતીપૂત્રો ખુશખુશાલ થયાં છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લાના જલાલપોરમાં 5.24 ઇંચ નોંધાયો છે. ત્યારબાદ નવસારી શહેરમાં 4.25 ઇંચ, સુરતના મહુવામાં 2.20 ઇંચ અને નવસારીના ગણદેવીમાં 2.13 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ 11 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે 79 તાલુકામાં 1 કરતાં ઓછો વરસાદ ખાબક્યો છે.
અત્યાર સુધી ગુજરાતનો સરેરાશ મોસમનો 54 ટકા એટલે કે 19 ઇંચ વરસાદ થયો છે. જેમાં કચ્છમાં મોસમનો 64 ટકા વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય-પૂર્વ ગુજરાતમાં 51 ટકા જ વરસાદ થયો છે.
સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં 16 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, જે મોસમનો 53.48 ટકા છે.