રાજકોટ TRP અગ્નિકાંડના 2 વર્ષ બાદ પણ ન્યાય નહીં? 27 મોતનો જવાબદાર કોણ ?
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, મે 2026 | 2376
રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને બે વર્ષ પૂર્ણ થયા છતાં પીડિત પરિવારો આજે પણ ન્યાયની રાહ જોઈ રહ્યા છે. 25 મે 2024ના રોજ બનેલી આ ભયાનક દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. તપાસમાં ફાયર સેફ્ટી અને મંજૂરીમાં મોટી બેદરકારી સામે આવી હતી. બીજી તરફ, આરોપીઓ જામીન પર બહાર આવતા પીડિત પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ કેસની ટ્રાયલ ચાલી રહી છે, પરંતુ પરિવારોનું કહેવું છે કે ન્યાયની પ્રક્રિયા ખૂબ ધીમી છે.