લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, જુલાઈ 2026 |
396
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના દાનની ગણતરી દરમિયાન થયેલી કથિત ચોરી અને ગબન મામલે રચાયેલી વિશેષ તપાસ ટીમ (એસઆઈટી)ના પ્રાથમિક અહેવાલમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રચાયેલી ત્રણ સભ્યોની એસઆઈટીએ સોંપેલા અહેવાલ મુજબ ૨૭ એપ્રિલથી ૫ જૂન, ૨૦૨૬ દરમિયાન માત્ર ૩૯ દિવસમાં દાનની રકમમાંથી ૭૦ વખત ચોરી થયાના પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે.
તપાસ દરમિયાન ઉપલબ્ધ સીસીટીવી ફૂટેજના વિશ્લેષણમાં દાનની ગણતરી કરતા કેટલાક કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નોટોના બંડલ તેમજ છૂટા નાણાં પોતાના કપડાં, ખિસ્સા અને જૂતામાં છુપાવતા સ્પષ્ટ રીતે જાેવા મળ્યા હોવાનું અહેવાલમાં નોંધાયું છે. એસઆઈટીએ આ ફૂટેજને પ્રાથમિક પુરાવા તરીકે ગણાવી આગળની કાયદાકીય કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.
તપાસમાં સામેલ અધિકારીઓના જણાવ્યા મુજબ શંકાસ્પદ કર્મચારીઓના બેંક ખાતા, સ્થાવર મિલકતો અને નાણાકીય વ્યવહારોની તપાસ કરતાં તેમની આવકની સરખામણીએ અસામાન્ય જમા રકમ અને ફિક્સ્ડ ડિપોઝિટ મળી આવ્યા હતા.