લીંબાયતમાં બળાત્કારનાં આરોપી આસારામની શોભાયાત્રા નીકળી, ભગવાન સાથે સરખામણી કરાતાં વિવાદ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
29, માર્ચ 2026  |   સુરત   |   1881

બળાત્કાર જેવા ગંભીર ગુનામાં સજા ભોગવી રહેલા આરોપી આસારામ બાપુને હાલમાં જામીન પર બહાર રાખવામાં આવ્યા છે. જાેકે તેઓ બહાર આવતાની સાથે જ શહેરમાં વિવાદાસ્પદ કાર્યક્રમો પણ થઇ રહ્યા છે. થોડા સમય પહેલા જ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં પણ આસારામના ફોટા મૂકી તેમની આરતી કરવામાં આવતા વિવાદ ઉભો થયો હતો. ત્યાં આજે લીંબાયત વિસ્તારમાં તેમની શોભા યાત્રાને કારણે વધુ એક વિવાદ ઉભો થવા પામ્યો છે.

 આગામી તારીખ ૮ એપ્રિલના રોજ બળાત્કારના આરોપી આસારામનો જન્મદિવસ હોવાથી ભક્તો દ્વારા લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ પાસે આવેલ સંજયનગર પાસેથી તેમની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ભક્તોએ આસારામના ફોટા સાથે ભગવાન શ્રીરામ તથા હનુમાનજી સહિત અન્ય ભગવાનના ફોટાઓ સાથે રાખીને આસારામની સરખામણી ભગવાન સાથે કરતા વિવાદ ઊભો થવા પામ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વિડીયો વાયરલ થતાં અન્ય લોકોની લાગણી દુભાય છે અને શોભાયાત્રા કાઢનાર તથા બળાત્કાર જેવા ગંભીર ગુનાના આરોપીને ભગવાન સાથે સરખામણી કરનાર લોકો સામે સખ્ત કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution