ભગવાન કૃષ્ણ યોગેશ્વર હતા. સૌ પ્રથમ રાસની રચના તેમણે કરી હતી. પૂનમની ચાંદની રાતે રેલાતાં એમની મોરલીના સ્વર વ્રજની ગોપીઓ ભાન ભૂલી રાસ રમવા નીકળી પડતી હતી. દરેક પ્રજાને જેમ પોતાની ખાસિયતો હોય છે તેમ તેને પોતાનું આગવું લોકસંગીત અને નૃત્ય પણ હોય છે. વ્રજ અને મથુરા પછી ભગવાન કૃષ્ણે સૌરાષ્ટ્રના દ્વારકામાં આવી નિવાસ કર્યો ત્યારથી રાસ સૌરાષ્ટÙનું લોકનૃત્ય બની ચૂક્્યો છે. ભગવાન કૃષ્ણના દરેક કાર્ય પાછળ કંઈકને કંઈક રહસ્ય હંમેશાં રહેતું. એ પોતાની નાની નાની સાવ સામાન્ય લાગતી લીલાઓમાં  પ્રતિભાવોને વ્યક્ત કરતા. આપણા યોગીઓ એ કાળમાં પણ બ્રહ્માંડ રહસ્યને પામ્યા હતા. એમને ખબર હતી કે સૂર્યની આસપાસ પૃથ્વી અને બીજા ગ્રહો ગોળ ગોળ એક તાલમાં ઘૂમી રહ્યાં છે.એ જ રીતે સૂર્ય પણ એક મહાકેન્દ્રની આસપાસ પોતાની મંડળી લઈને ઘૂમી રહ્યો છે. આ અટપટું વિજ્ઞાન સામાન્ય માનવીઓની સમજમાં ઉતરે એ માટે ભગવાન કૃષ્ણે રાસની રચના કરી હતી.

રાસમાં સૂર અને તાલના સથવારે સ્ત્રી પુરુષો ગોળ-ગોળ ઘૂમે છે. આ બ્રહ્માંડ અને આપણી સૂર્યમાળાનું પ્રતીક છે - શિવનું પ્રતીક લિંગ અને શÂક્તનું પ્રતીક ત્રિશુળ એ સ્ત્રી અને પુરૃષના જાતીય અંગોના પ્રતીક છે. રાસમાં આ બન્નેનું મિલન પ્રકૃતિ અને પુરુષના સહયોગમાં દર્શન કરાવે છે. શ્રીમદ્‌ ભાગવતમાં રાસનું વર્ણન કરતાં વ્યાસે લખ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ મોરલી વગાડતાં રાધાની સાથે મધ્યમાં ઊભા રહ્યા હતા. એ સાથે જ ગોપીઓની સાથે કૃષ્ણ ગોળાકારમાં ફરીને પણ રાસ લેતાં હતાં. તેમના વિવિધ સ્વરૂપ સાથે બધી ગોપીઓ સાથે રાસ રમતા હતા. આ દ્રશ્ય એટલું દિવ્ય હતું કે આકાશમાં દેવતાઓ પણ એને જાવા પૃથ્વી પર ઉતરી આવ્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણે કેટલી સરળતાથી આ વિજ્ઞાન સામાન્ય પ્રજાની સમજ સાથે વણી લીધું હતું. રાસની આ પરંપરા સાથે સૌરાષ્ટ-ગુજરાતની ગરબા પરંપરા ભળી ગઈ. મા જગદંબા, અંબામા ભક્તોની અધિ છે. એને પ્રસન્ન કરવા ભક્તો છંદો અને ગરબા ગાઈને માતાજીને રીઝવે છે. નવરાત્રીના નવેનવ દિવસો દરમિયાન માતાના પ્રતીક ગરબાની આસપાસ આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબો પણ આ બ્રહ્માંડનું પ્રતીક છે. આપણા યોગીઓએ બ્રહ્માંડની કલ્પના એવી કરી હતી કે પ્રકાશના એક અલૌકિક તેજપૂંજની આસપાસ તણખા જેવા અનંત સૂર્યો ગોળ-ગોળ ઘૂમી રહ્યા છે. આજના મહાકાય દૂરબીનો અને અવકાશયાનોએ આ માન્યતાને-પુÂષ્ટ આપી છે. સૂર્યમાળાઓ અને નિહારિકાઓથી આ બ્રહ્માંડ બન્યું છે. આજના વૈજ્ઞાનિઓએ તૈયાર કરેલો બ્રહ્માંડનો નકશો જાશો તો તમને એમાં આપણા સ્વÂસ્તકની પ્રતિકૃતિ દેખાશે. બ્રહ્માંડની પ્રતીકરૂપ ગરબાની મધ્યમાં દીવો મૂકવામાં આવે છે. ગરબાનાં નાનાં-નાનાં છિદ્રોમાંથી પ્રકાશ બહાર આવે છે. અલૌકિક તેજપુંજ અને તેની આસપાસ ઘુમતાં સૂર્ય વિશ્વોનું આ પ્રતીક છે. ગરબો શબ્દ પણ ગર્ભ પરથી આવ્યો છે. ગર્ભ એટલે આ બ્રહ્માંડનું ગર્ભ. બ્રહ્માંડના ગર્ભ સુધી હજી વિજ્ઞાનીઓની નજર પહોંચી નથી. પણ આપણા યોગીઓ તો આપણી નિહારિકાની પર થઈને બ્રહ્માંડના ગર્ભને 

પ્રતીકરૂપે એમણે ગરબામાં રજૂ કર્યો છે. ગરબામાં મુખ્યત્વે મા શક્તિ આરાધનાનાં ગીતો હોય છે. અંબા, અંબર-આકાશમાંથી ઉદભવેલો શબ્દ છે. જળ, વાયુ વગેરે  આકાશમાં ઉદભવે છે. નવ પ્રકારની  અલગ-અલગ નવદુર્ગા સ્વરૂપે નવરાત્રી દરમિયાન પૂજવામાં આવે છે. આરાધના પછી દશેરાનો દિવસ વિજયોત્સવ તરીકે ઉજવવામાં આવે છે.

ભÂક્તમાં રાધાકૃષ્ણને કેન્દ્રમાં રાખી, એમના પ્રેમને વણી લેતાં અનેક ગીતો બનાવ્યાં છે. રાસ-ગરબા લોકજીવનમાં જેમ જેમ વણતા ગયા તેમ તેમ લોકગીતો લીલા તેમજ અખૂટ  પ્રશંસા કરતાં ગરબા-રાસ પણ રચાયા. પુરુષ અને પ્રકૃતિની લીલા જેવા રાસ-ગરબામાં થોડાં ઊંડા ઉતરીએ તો બ્રહ્માંડના રહસ્યને પાર પામવાની ચાવી હાથ લાગી જાય.

આ સિવાય ગરબા, રાસ અને રાસડા વચ્ચેનો ભેદ સમજી લેવો પણ જરૂરી છે. લોકસાહિત્યમાં ગરબા-રાસ ઉત્કૃષ્ટ રીતે ભળી ગયા છે. રાસ અને રાસડા વચ્ચે ભેદ છે. સૌરાષ્ટમાં રાસડા અને તાલી રાસનો પ્રકાર છે. ગરબામાં નૃત્યનું તત્વ વધારે હોય છે. જ્યારે એક તાળીનો ગરબો અને ત્રણ તાલીના રાસડા આજે વધારે પ્રચલિત છે. રાસમાં જે જુસ્સો અને તરલતા પ્રાધાન્ય ભોગવે છે તે રાસડામાં નથી. રાસમાં કોમળતાનું તત્વ વધારે છે. નારીના જીવનના આનંદ, ઉલ્લાસ અને વિષાદને વ્યક્ત કરવાનું રાસડા ઉત્તમ માધ્યમ છે. રાસડા સંઘ જીવનનો પરિપાક છે. લોકગીતોમાં અનેક રાસગીતો રચાયાં... છતાંય એની મીઠાશ અને મધુરતામાં અંશ માત્ર ઓટ નથી આવી. એ સહજ ભાવે પ્રગટયાં છે. એની સરળતા, સુગમતા, રોચકતા અને સંવેદન, પ્રયત્નપૂર્વક લખાયેલાં ગીતોમાં ઝીલાતાં નથી.

લોકહૈયાંએ રચેલા રાસડામાં માધુર્ય વિલસે છે તેથી જ એ એટલા ભાવવાહી અને વેધક છે કે ગાયક અને શ્રોતા એક સરખી લાગણી અનુભવે છે અને સમાન ભૂમિકાએ પહોંચે છે. કોઈપણ

આભાર - નિહારીકા રવિયા વાદ્ય વગર માત્ર તાલીના તાલ ઉપર લેવાતા આવા રાસડાઓમાં પગનો તાલ, કમરની લચક અને અંગનો હિલ્લોળ અને તાલે તાલે પડતી તાલીઓ સમગ્ર કાયાને નૃત્યની અદભૂત મુદ્રામાં ઢાળી દે છે. સ્વ.મેઘાણીના શબ્દોમાં રાસડાને મૂલવીએ તો, ‘સાગર વલોયેલો તેમાંથી વિષ અને અમૃત જેવાં મિશ્ર રત્નો નીકળ્યાં, મહીડા વલોવાય છે તેમાંથી માખણના પીંડ ઉતરે છે તેવી રીતે સ્ત્રીઓના હૈયામાં જ્યારે સુખ-દુઃખ, આશા-નિરાશા, ઉમંગ કે આધારિત જેવી કોઈપણ બળવાન ઉર્મિ સ્વાઈને રૂપે ઘૂમવા માંડી ત્યારે તેમાંથી આ રાસડા નીકળ્યાં. દાંડિયારાસ સૌરાષ્ટÙનું એક આગવું અને અનોખું

નૃત્ય છે. દાંડિયારાસમાં શોર્ય અને સૌદર્યનું અદભૂત સાયુજ્ય સધાયું છે! એમાં જામ અને જુસ્સાની મોહક છટા જાવા મળે છે. દાંડિયારાસનો સમાવેશ નૃત્યની વિવિધ શૈલીમાં ‘ઉદ્દત’ પ્રકારમાં થાય છે. મોટાભાગે પુરુષો જ દાંડિયારાસ લે છે. સોળમાં શતકમાં ખાનદેશમાં જઈ ગયેલા પંડિત પુંડરિક વિઠ્ઠલે રચેલા ‘નૃત્ય નિર્ણય’ નામે સંગીતના ગ્રંથમાં દાંડિયાના આકાર, માપ, રંગરૂપ વિષે ખૂબ વિગતવાર નોંધ મળી આવી છે. ૧૫મી સદીથી દાંડિયા લગભગ ચોક્કસ સ્વરૂપ ધારણ કરતાં આવ્યાં છે. પરોણામાંથી તૈયાર કરેલા, સંખેડાના ઉતારેલાં અવનવાં રંગોથી સજાવેલા, મોતી, ભરેલાં, ફુમતાંવાળાં, પિત્તળના અને રૂપાના ઘુઘરીવાળા, ચોક્કસ માપના, ચોક્કસ જાડાઈના દાંડિયા સૌરાષ્ટના જુદા જુદા સ્થળે પ્રચલિત છે. દાંડિયારાસમાં દોઢિયા, પાંચિયા, સાતિયા અને ભેટિયા, નમન અને મંડલ લેવાય છે. ગોફ ગૂંથનનાં અદભૂત અંગભંગ હેરત પમાડે એવા હોય છે. એમાં ખંડમંડળો અને  રચાય છે. એકપાદ અને દ્વિપાદનાં ચલનવૈવિધ્ય થાય છે. દાંડિયા લેતાં લેતાં જે આકારો રચાય અને અલગ વૈવિધ્ય હોય તેવા દરેક પ્રકારનાં નોખાં નામ છે. સૌરાષ્ટ-કચ્છ વિસ્તારમાં એના ગ્રામીણ શબ્દો મળી આવે છે. જાતિગત સંસ્કાર પ્રમાણે દાંડિયારાસમાં વૈવિધ્ય પ્રગટે છે. આ વર્ષે નવરાત્રિમાં મન મૂકીને નાચો. તમારે રાસ-ગરબાના આ મહોત્સવમાં ઘણું પામવાનું છે, જ્યારે ગુમાવવાનું તો કશું છે જ નહીં.