દિલ્હી-
ભારત હજુ પણ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. જાેકે, દેશના અનેક ભાગમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે દેશના ઊત્તર પૂર્વ રાજ્યોમાં કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યું છે. રિસર્ચ ૭ત્રમાં કામ કરનાર સંગઠન ડેવલપમેન્ટ ડેટા લેબ અને શિકાગો યૂનિવર્સિટીના પ્રોફેસર અનૂપ મલાનીએ ૨૧ મે સુધી ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરી આ આશંકા વ્યક્ત કરી છે. તેમના રિસર્ચ અનુસાર ઉત્તર-પૂર્વ રાજ્યોમાં કોરોનાનો રિપ્રોડક્ટિવ રેટ વિસ્ફોટક થઈ શકે છે.
રીપ્રોડક્ટીવ રેટનો અર્થ થાય છે કે એક સંક્રમિત વ્યક્તિ કેટલી અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. ડેવલપમેન્ટ ડેટા લેબના રિસર્ચ અનુસાર નોર્થ ઇસ્ટના તમામ રાજ્યો માટે રીપ્રોડક્ટીવ રેટ ૧ કરતાં પણ વધારે છે. ઉદાહરણ તરીકે ત્રિપુરા માટે રીપ્રોડક્ટીવ રેટ ૧.૩૬ છે. એટલે કે ૧૦૦ સંક્રમિક વ્યક્તિની સંખ્યા ૨ સપ્તાહની અંદર ૫૦૦૦ સુધી પહોંચી શકે છે. કર્ણાટક જેવા રાજ્યોમાં રીપ્રોડક્ટીવ રેટ ૦.૮૯ છે. કુલ મળીને રીપ્રોડક્ટીવ રેટ ૧થી ઓછો હોય તો એ વાતના સંકેત મળે છે કે ત્યાં કોરોનાના મહામારી ધીમે ધીમે ઘટી રહી છે.
એવામાં આ રિસર્ચ અનુસાર મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્માટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને દિલ્હી જેવા રાજ્યોમાં રીપ્રોડક્ટીવ રેટ ૧થી ઓછો છે. અહીં કોવિડના નવા કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. પરંતુ ત્રિપુરા (૧.૩૬), મેઘાલય (૧.૩૧), અરૂણાચલ પ્રદેશ (૧. ૨૬), મિઝોરમ (૧.૨૨), સિક્કિમ (૧.૨૨), નાગાલેન્ડ (૧.૨૧), મણિપુર (૧.૧૭) જેવા રાજ્યોમાં રીપ્રોડક્ટીવ રેટ ૧થી વધારે છે, માટે અહીં કોરોનાના કેસ વધશે. જાેકે આ રાજ્યમાં રોજ આવનાર કોરોનાના કેસ વધારે નથી. પરંતુ જે રાજ્યોએ કોરોનાના પ્રકોપનો સામનો કર્યો છે તેના અનુભવથી જાણવા મળે છે કે, રીપ્રોડક્ટીવ રેટ વધારે હોવાનો મતલબ સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે અને સ્વાસ્થ્ય સેવાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રભાવિત કરી શકે છે.
Loading ...