ફતેગંજ વિસ્તારની સોસાયટીમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોનો તંત્ર સામે રોષ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026  |   વડોદરા   |   2970

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા વચ્ચે હજુ તો ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલી વિષ્ણુકૃપા સોસાયટીમાં ઓછા પ્રેસરથી અને પુરતુ પાણી નહી મળતુ હોવાની અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહી આવતા પાલિકા તંત્રની સામે રોષ વ્યક્ત કરી સમસ્યાનુું નિરાકરણ નહી આવે તો આગામી ચૂંટણીના બહિષ્કારની ચીમકી આપી હતી.

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીની સમસ્યા છે. જ્યારે બીજી તરફ પાલિકામાં ટેન્કર રાજ પણ જાેવા મળી રહ્યુ છે. ગત એક વર્ષ દરમિયાન પાણીની ટેન્કરો પાછળ ૪.૩૮ કરોડનો ખર્ચ થયો છે. જે જાેતા પાલિકા તંત્ર દ્વારા ૯૫ ટકાથી વધુ વિસ્તારોમાં પાણી વિતરણ કરાય છે. તે દાવા કેટલા સાચા તે સ્પષ્ટ થાય છે. શહેરના ફતેગંજ વિસ્તારમાં પેટ્રોલપંપની પાસે આવેલી વિષ્ણુકૃપા સોસાયટીમાં છેલ્લા કેટલાક સમયથી ઓછા પ્રેસરથી અને પુરતુ પાણી નહી મળવાની સમસ્યા અંગે સ્થાનિક રહીશો દ્વારા અનેક રજૂઆતો કરવા છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યુ નથી.

ત્યારે પાણીની સમસ્યાથી ત્રસ્ત સોસાયટીની મહિલાઓ આજે એકઠી થઈને પાલિકા તંત્રની કામગીરી સામે રોષ સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતુ કે, ઓછા પ્રેસરથી તેમજ પુરતો સમય પાણી નહી આવતુ હોવાથી તે પણ અનિયમિત ક્યારે સાંજે તો ક્યારે મોડીરાત્રે પાણી આવે છે. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. અમારે પૈસા ખર્ચીને પાણીની ટેન્કર મંગાવવી પડે છે. જાે સમસ્યાનું નિરાકરણ નહી આવેતો આગામી પાલિકાની ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution