વાઘોડિયાની પીપળીયા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચનું રાજીનામું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, એપ્રીલ 2024  |   14850

વાઘોડિયા,તા.૯

વાઘોડિયા તાલુકામાં ગત વર્ષે ૬૭ ગ્રામ પંચાયતો પૈકી યોજાયેલ ગ્રામ સ્વરાજની પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ૪૫ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં કુલ ચાર પંચાયતો સમરસ જાહેર થઈ હતી. જે પૈકીની પીપળીયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રમેશભાઈ ડહ્યાભાઈ પટેલ તથા ઉપસરપંચ તરીકે મિતલબેન અજયભાઈ પટેલની સર્વાનુમતે બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જાેકે સરપંચ- ઊપ સરપંચે પોતાના અંગત કારણોસર સવા બે વર્ષના ટૂંકા શાસનમાં જ રાજીનામું ધરી દીધું છે. સરપંચ રમેશભાઈ પટેલે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારીની કચેરીએ રાજીનામુ રાજીખુશીથી મોકલી આપેલ, જયારે ડેપ્યુટી સરપંચ મિત્તલબેન પટેલે ગ્રામ પંચાયતમા રાજીનામુ મુકી દિધુ હતુ. સરપંચ સાથેની ટેલિફોનિક વાતચીતમા તેવોની તબીયત નાદુરસ્ત રહેતા રાજીખુસીથી સરપંચ પદ છોડતા તા.પં. કચેરી વાઘોડિયા ખાતે લેખીતમા રજુઆત કરી હતી, જયારે મહિલા ઊપ સરપંચ મિત્તલબેન પટેલે વિદેશ જવાનું કારણ આગળ ધરી ગ્રામ પંચાયતમાં રાજીનામું આપ્યું હતું. જાેકે સમગ્ર મામલે વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી શેખે જણાવ્યું હતું કે “ રાજી થઈ જે નામુ આપે એટલે રાજીનામું” પરંતુ પત્ર અંગેની ખરાઈ કર્યા બાદ રૂબરૂમાં તા.પં.વાઘોડિયા કચેરી ખાતે બોલાવી અથવાતો જરુર જણાશેતો અત્રેની કચેરીએથી પિપડીયા જઈને ચર્ચાના અંતે કારોબારીમા જાણ કર્યા બાદ સ્વીકારવામા આવશે.હાલ રાજીનામા દરખાસ્ત પર અધિકૃત મહોર લાગી નથી તેમ ટિડીઓએ જણાવ્યુ હતુ.આમ બીજા તબક્કાની ૨૨ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ ઘણા સમયથી જાહેર કરાઈ નથી તેવામાં પિપડીયા ગ્રામ પંચાયતની ચૂંટણી ફરીથી આ સ્વરાજ ગ્રામ પંચાયતોની જયારે જાહેર થશે તે સાથે યોજાવાની શક્યતા વર્તાઈ રહિ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution