રશિયાનો એમોનિયમ નાઇટ્રેટની નિકાસ પર એક મહિના માટે પ્રતિબંધ
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, માર્ચ 2026  |   2772

મધ્ય પૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધતાં તણાવને કારણે વૈશ્વિક એનર્જી સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ છે. આ સંકટ વચ્ચે ભારતના પરમ મિત્ર ગણાતા રશિયાએ પણ એક પછી એક બે મોટા ઝટકા આપ્યા છે. રશિયાએ ખાતરની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની સાથે જ ભારતને ક્રૂડ ઓઇલ પર મળતી રાહત પણ નાબૂદ કરી દીધી છે.ઈરાને સ્ટ્રેટ ઑફ હોર્મુઝ બંધ કરીને સમગ્ર વિશ્વને સંકટમાં નાખી દીધું છે. આ રસ્તો બંધ થવાથી એલપીજી અને ક્રૂડ ઓઇલના જહાજાેની અવરજવર અટકી ગઈ છે.

ભારત પોતાની જરૂરિયાતનું ૮૫% ક્રૂડ ઓઇલ અને ૬૦% એલપીજી આયાત કરે છે. જાેકે, ભારતની કુનેહપૂર્વકની રણનીતિને કારણે ઈરાન સાથે વાતચીત કરીને પોતાના કેટલાક જહાજાે સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળ રહ્યું છે.રશિયાએ પોતાની ઘરેલુ માંગને પહોંચી વળવા એમોનિયમ નાઇટ્રેટની નિકાસ પર એક મહિના માટે પ્રતિબંધ લગાવી દીધો છે.

આ ર્નિણય ૨૧ માર્ચથી ૨૧ એપ્રિલ સુધી અમલમાં રહેશે. ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ખાતર આયાત કરે છે. રશિયા વિશ્વના અમોનિયમ નાઇટ્રેટના વેપાર પર ૪૦% નિયંત્રણ ધરાવે છે. વસંત ઋતુમાં વાવણીના સમયે જ આ ર્નિણય લેવાતા ખેતી ક્ષેત્રે મુશ્કેલી ઊભી થઈ શકે છે. યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાના ‘એક્રોન’ પ્લાન્ટને થયેલા નુકસાનને કારણે ઉત્પાદન ઘટ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution