લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, જુલાઈ 2026 |
1782
શહેરના સુભાષબ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાની કામગીરી અંતર્ગત બ્રિજના નદીના પટમાં આવેલા ૩ સ્પાનનું ડિમોલિશન સફળતાપૂર્વક અને સંપૂર્ણ સુરક્ષિત રીતે પૂર્ણ કરવામાં આવ્યું છે. ડિમોલિશન દરમિયાન સમગ્ર સ્પાનને અત્યંત સાવચેતીપૂર્વક તોડીને નિયંત્રિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર દ્વારા મશીનરી નો ઉપયોગ કરી અને સાવચેતી પૂર્વક અત્યારે બ્રિજની કામગીરી અંતર્ગત પાન ઉતારી લેવામાં આવ્યા છે. બ્રિજ કન્સલ્ટન્ટ દ્વારા સંપૂર્ણપણે પિલ્લર સાથે સુભાષ બ્રિજનું ડિમોલેશન કરવા અંગેનો રિપોર્ટ આપ્યા બાદ બ્રિજની ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત બ્રિજ પર આવેલા સ્પાનને ઉતારવાની કામગીરી કરવામાં આવી રહી છે. ડિમોલિશન દરમિયાન બ્રિજના સમગ્ર વિસ્તારને સંપૂર્ણપણે બેરિકેડિંગ કરીને પ્રતિબંધિત ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ કામગીરી સાથે જૂના સુભાષ બ્રિજના કુલ ત્રણ સ્પાનનું સુરક્ષિત રીતે ડિમોલિશન પૂર્ણ થઈ ચૂક્યું છે.