બિહારનાં વતની સાજીદ પઠાણે ઇન્સ્ટાગ્રામ થકી પંદર વર્ષની પિનલને ફસાવી બળાત્કાર ગુજાર્યો
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, માર્ચ 2026  |   સુરત   |   2574

સોશિયલ મીડિયા થકી ઇચ્છાપોરની કિશોરીનાં સંપર્કમાં આવ્યા બાદ તેણીને પ્રેમ અને લગ્નની વાતે ફોસલાવી લિંબાયતનાં યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. કિશોરી પાસે ર્નિવસ્ત્ર ફોટા મેળવ્યા બાદ તેની સાથે માણેલી અંગતપળોનો વીડિયો બનાવી શોષણ કરવા માંડ્યું હતું. સગીરાનાં ભાઇને શંકા ગઇ અને તેણે ફોન ચેક કરતાં મામલો બહાર આવતાં પોલીસ ફરિયાદ નોંધાવાઇ હતી.

માહિતી અનુસાર ઇચ્છાપોરમાં ત્રણ નંબરનાં બસ સ્ટેન્ડ પાસે રહેતા ગુપ્તા પરિવાર રહે છે. વારાણસી જિલ્લાનાં વતની એવા આ પરિવારની પંદર વર્ષ ઉંમરની પૂત્રી પિનલ (નામ બદલ્યું છે) મોબાઇલ ફોનમાં ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. એક વર્ષ અગાઉ તેણી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ થકી ૨૩ વર્ષીય મોહંમદ સાજીદ ઉર્ફે અહદ મોહમ્મદ જાવેદ પઠાણના સંપર્કમાં આવી હતી.

ઇચ્છાપોર વિસ્તારમાં ફ્રૂટની દુકાન ધરાવતા સાજીદે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપથી ચેટિંગ કરી તેણીને ફોસલાવી પોતાના કહ્યામાં લીધી હતી. પિનલ સાથે વાત કરવા માટે સાજીદે તેને એક મોબાઇલ ફોન પણ અપાવ્યો હતો. મોહંમદ સાજીદે પિનલને પ્રેમ સંબંધોની વાતોમાં બહેકાવી હતી. લગ્ન બાદની વાતોથી કરી તેણી પાસે નગ્ન ફોટાની માંગણી કરી હતી. સાજીદની વાતમાં આવી ગયેલી પિનલે ર્નિવસ્ત્ર અવસ્થામાં પોતાના ફોટા પાડ્યા અને તેને મોકલ્યા હતાં.

આ ફોટા મળતાં જ સાજીદે તેનો અસલી રંગ બતાવ્યો હતો. નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી તે તેણીને બહાર બોલાવવા માંડ્યો હતો. ધમકીઓથી ડરી ગયેલી સગીરાને સાજીદ પાલ વિસ્તારની એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની ઈચ્છા વિરુદ્ધ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. આટલેથી જ નહીં અટકતા, નરાધમ સાજીદે અંગત પળોનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયોનાં આધારે તે સતત સગીરાને બ્લેકમેલ કરતો રહ્યો અને તેના ઘરની આસપાસ આંટાફેરા મારીને માનસિક ત્રાસ આપવા લાગ્યો હતો.

આ સ્થિતિમાં ગભરાયેલી રહેતી પિનલને જાેઇ તેના ભાઇને શંકા ગઇ હતી. તેણે કોઈક રીતે તેણીનો મોબાઇલ મેળવી ચેક કર્યો હતો. મોબાઈલમાં ચેટ અને ફોટા જાેઈને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પિનલ અણસમજુ સગીરવયની હોવા અંગે તે સાજીદને સમજાવવા ગયો હતો. એ સમયે સાજીદે ઉદ્ધતાઈપૂર્વક વર્તન સાથે તને ઊંચકાવીને ગમે ત્યાં ફેંકી દઈશ એવી ધમકી આપી હતી. ત્યારબાદ પરિવારે ઇચ્છાપોર પોલીસનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.

ઇન્સ્પેક્ટર એ.સી.ગોહિલે મોહમ્મદ સાજીદ ઉર્ફે અહદ મોહમ્મદ જાવેદ મોહમ્મદ યાસીન પઠાણ સામે ગુનો નોંધવા સાથે તેના ઇચ્છાપોરનાં ક્રિષ્ના નગર સોસાયટીમાં આવેલા ઘરે તપાસ કરી હતી. જ્યાંથી તે તેના વતન બિહારનાં નાલંદા જવા નીકળી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. ગોહિલે તુરંત એક ટીમ રવાના કરી બિહાર શરીફ નાલંદાથી તેને દબોચી લીધો હતો. સાજીદ પઠાણ આધારકાર્ડમાં ચેડા કરીને અભિષેક ગુપ્તા બની ગયો: અભય શર્મા સહિત ત્રણની પણ ધરપકડ

પોલીસે સાજીદ પઠાણનાં ૪ દિવસના રિમાન્ડ મેળવી કરેલી પૂછપરછમાં ઘણી ચોંકાવનારી વાત બહાર આવી હતી. સગીરવયની પિનલ સાથે બહાર ફરવા કે શરીર સંબંધ બાંધવા હોટલમાં લઇ જાય ત્યારે પોતાની ઓળખ હિન્દૂ તરીકે આપવા આધારકાર્ડ માં ચેડા કર્યા હતાં. સાજીદે તેના મિત્ર અભય શર્મા મારફત આધારકાર્ડમાં તેનું નામ અભિષેક ગુપ્તા કરાવી નાંખ્યું હતું. આ ઉપરાંત તેણે પિનલનાં આધારકાર્ડમાં જન્મ તારીખ બદલાવી તેની ઉંમર ૧૮ વર્ષ કરાવી દીધી હતી. આ મામલે પોલીસે અભય પ્રદીપ શર્માની પણ ધરપકડ કરી હતી. ઉપરાંત ગુનો નોંધાતા સાજીદને ભાગવામાં મદદ કરનાર તેના ભાઈ તાબીશ પઠાણ અને પિનલને ફસાવવામાં સાથે રહેતા જામીરાજા શમશુલ શેખની પણ ઇચ્છાપોર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution