35 વર્ષ પછી વિજ્ઞાન જાથા બંધ! આખરે જયંત પંડ્યાએ કેમ લીધો આ આકરો નિર્ણય? | Gujarat News
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુલાઈ 2026 | 3465
ગુજરાતમાં છેલ્લા ત્રણ દાયકાથી વધુ સમયથી અંધશ્રદ્ધા સામે જનજાગૃતિ ફેલાવતી ભારત જન વિજ્ઞાન જાથા હવે પોતાની પ્રવૃત્તિઓ બંધ કરવા જઈ રહી છે. સંસ્થાના સ્થાપક જયંત પંડ્યાએ વધતી ઉંમર, સતત મળતી ધમકીઓ, શારીરિક જોખમ અને પરિવારની શાંતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
જયંત પંડ્યાના આ નિર્ણયથી રેશનાલિસ્ટ અને વૈજ્ઞાનિક વર્તુળોમાં ચિંતા વ્યક્ત થઈ રહી છે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે મેદાનમાં કામગીરી ભલે બંધ થશે, પરંતુ વૈજ્ઞાનિક અભિગમ અને લોકજાગૃતિ માટેનું વૈચારિક કાર્ય તેઓ આગળ પણ ચાલુ રાખશે.