અમેરિકા, ફ્રાન્સ અને જાપાનના વૈજ્ઞાનિકોને ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર મોકલાયા, જાણો કેમ

દિલ્હી-

નાસા અને એલોન મસ્કની કંપ્ની સ્પેસએક્સે આંતરરાષ્ટ્રીય ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર ચાર-અવકાશયાત્રી ટીમ મોકલી છે.સ્પેસએક્સે નાસા માટે અવકાશયાત્રીઓ લોંચ કરવા માટે એક જ કેપ્સ્યુલ અને રોકેટનો ફરીથી ઉપયોગ કર્યો હોય, તેવું પ્રથમ વખત બન્યું છે.

યુનાઇટેડ સ્ટેટ્સ, જાપાન અને ફ્રાન્સના ત્રણ પુરુષો અને એક મહિલા સાથેનું આ ક્રૂ આજે આઈએસએસ પહોંચશે. નાસા ટીવી પર જીવંત પ્રસારિત કરવામાં આવ્યો હતો. ફરીથી ઉપયોગમાં લેવાતા વાહનો પર ઉડવું એ નાસાની પ્રાઈવેટ કંપ્ની સાથેની ભાગીદારી, એ મોટો ખર્ચ બચાવવાનું મુખ્ય લક્ષ્‍ય છે.આ મિશનમાં ફાલ્કન 9 પ્રથમ તબક્કાએ અગાઉ નવેમ્બર 2020 માં ક્રૂ -1 મિશન શરૂ કર્યું હતું અને ક્રૂ - 1 ની સફળતા બાદ, ક્રૂ-2ને ઈંજજ પર મોકલવામાં આવ્યું છે. આ અવકાશયાત્રીઓ 6 મહિના સુધી અવકાશમાં રહેશે. અને 6 મહીનાનના રિસર્ચ પછી પૃથ્વી પર પાછા ફરશે. 4 અવકાશયાત્રી અંતરિક્ષ સ્ટેશનની એક દિવસની મુસાફરી બાદ, ઓરબીટ લેબોરેટરી માં અગાઉ પહોંચેલા અન્ય સાત લોકો સાથે જોડાશે. 9 વર્ષના વિરામ બાદ યુનાઇટેડ સ્ટેટ્સે ગત વર્ષે યુ.એસ.ની ધરતીથી અંતરિક્ષ અવકાશયાત્રીઓ મોકલવાનું ફરી શરૂ કયર્િ પછી ડ્રેગન ક્રુ કેપ્સ્યુલ વડે મોકલાયેલી આ ત્રીજી કેપ્સ્યૂલ છે. સ્પેસએક્સ સાથે નાસાની ભાગીદારી હેઠળ સ્પેસમાં પ્રવેશ કરનારી આ ત્રીજી ક્રૂ ફ્લાઇટ છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution