ગુજરાતના અનેક વિસ્તારોમાં વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી
04, મે 2021 3069   |  

અમદાવાદ-

સાયક્લોનિક સરક્યુલેશનના કારણે છેલ્લા એક સપ્તાહથી ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. ગત દિવસોમાં રાજ્યમાં વાવાઝોડાની આગાહી કરવામાં આવી હતી. રાજસ્થાન, પાકિસ્તાનમાં સક્ર્યુલેશનની અસર ગુજરાતમાં જાેવા મળશે. હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, અમદાવાદ , ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, મોરબી, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, જૂનાગઢ, કચ્છ, સુરત, નર્મદા, તાપી, ડાંગ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે.

હજુ આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરી છે. જેમાં અમદાવાદ શહેરમાં પણ સતત પાંચ દિવસ દરમિયાન હળવો વરસાદ થવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડશે. હવામાન ખાતાની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી થતા જગતનો તાત ફરી એકવાર ચિંતામાં પેઠો છે. હવામાન દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી ૫ દિવસમાં તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. આવતીકાલે તાપમાનમાં સામાન્ય ઘટાડાની શક્યતા સેવવામાં આવી છે. બે દિવસ બાદ ફરી ગુજરાતમાં ૪૦થી ૪૧ ડિગ્રી તાપમાન રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution