લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026 |
2970
સુરત જિલ્લાના બારડોલી તાલુકામાં મંગળવારે સાંજે ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર બારડોલી નજીક આવેલા ઉવા ગામ પાસે ટેંકરને કારણે મહારાષ્ટ્ર પાસિંગની બે સરકારી એસટી બસો વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ૭ મુસાફરોના કરુણ મોત થયા છે, જ્યારે ૪૨ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. જેમાંથી ૭ લોકોને ગંભીર ઈજાઓ પહોંચતાં વધુ સારવાર માટે સુરત ખસેડાયા છે.મંગળવારે સાંજે આશરે ૪:૩૦ વાગ્યાના સમયગાલામાં બારડોલી તાલુકામાં આવેલા ઉવા ગામ નજીક એક બસ ટેંકર સાથે અથડાઈ હતી ત્યારબાદ બીજી બસ તેની સાથે અથડાઈ હતી. બંને બસ મહારાષ્ટ્ર પાસિંગની હતી. માર્ગ પર પલટી મારી ગયેલા એક ટેંકરને બચાવવાના પ્રયાસ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ એક બસમાં અચાનક આગ ફાટી નીકળતા ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બસનો મોટો ભાગ આગની ઝપેટમાં આવી ગયો હતો. ઘટનાની જાણ થતાં કલેક્ટર તેજસ પરમાર એસડીએમ, એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા