લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, જુન 2026 |
2079
પૉપ સ્ટાર શકીરા અને નાઇજિરિયન ગાયક બર્ના બોય ૨૦૨૬ ફિફા વર્લ્ડ કપ ઉદઘાટન સમારોહમાં સાથે પરફોર્મ કરવા માટે તૈયાર છે. ફિફાએ સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી. બંને કલાકારો અન્ય ઘણા મુખ્ય વૈશ્વિક સ્ટાર્સ સાથે સ્ટેજ શેર કરશે.શકીરા અને બર્ના બોય ફિફા ૨૦૨૬ માટેના સત્તાવાર ગીત, “ડાઈ ડાઈ” પર કામ કરી રહ્યા છે. આ ઓડિયો ૧૬ મેના રોજ રિલીઝ થઈ ચૂક્યો હતો. આ ગીતનો વિડિઓ મિયામીમાં શૂટ કરવામાં આવ્યો હતો. વિડિઓમાં, શકીરા મેક્સિકો સિટીના પ્રખ્યાત “એન્જલ ઓફ ઈન્ડિપેન્ડન્સ“ ની ટોચ પર ઉભી રહીને રણમાં આફ્રિકન બાળકો સાથે નૃત્ય કરતી જાેવા મળશે. ત્યારબાદ બર્ના બોય પોતાનું ડેબ્યૂ કરશે.ટુર્નામેન્ટ ૧૧ જૂન, ૨૦૨૬ ના રોજ મેક્સિકો સિટી સ્ટેડિયમ ખાતે શરૂ થશે. શકીરા ૧૯ જુલાઈના રોજ ન્યૂ યોર્ક-ન્યૂ જર્સી સ્ટેડિયમ ખાતે યોજાનાર વર્લ્ડ કપના ઇતિહાસના પ્રથમ “ફાઇનલ હાફ-ટાઇમ શો”માં મુખ્ય કલાકાર તરીકે પણ પરફોર્મ કરશે. ફિફા વર્લ્ડ કપ ૨૦૨૬ ૧૧ જૂનથી ૧૯ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકોમાં યોજાઈ રહ્યો છે.ફિફા ૨૦૨૬ માટે એક ખાસ આલ્બમ બનાવવામાં આવ્યું છે, જેમાં ૧૮ ગીતો છે. તે આજે, ૫ જૂનના રોજ રિલીઝ થઈ રહ્યું છે. આ આલ્બમમાં વિશ્વભરના મુખ્ય કલાકારો છે, જે વિવિધ સંગીત શૈલીઓ (જેમ કે કે-પોપ, આફ્રોબીટ્સ, લેટિન અને હિપ-હોપ)નું પ્રતિનિધિત્વ કરે છે.