19, જુન 2021
594 |
દિલ્હી-
સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૩૮ કરોડથી વધુ સેમ્પલના ટેસ્ટ થઇ ચૂકયા છે પરંતુ તેમાંથી ફક્ત ૨૮૦૦૦ની જીનોમ સીક્વેંસિંગ અત્યાર સુધી થઇ શકી છે. આ અભ્યાસમાં સામે આવ્યું છે કે કોરોના વાયરસના ૧૨૦થી વધુ મ્યુટેશન અત્યાર સુધી ભારતમાં મળી ચૂક્યા છે. તેમાંથી ૮ સૌથી વધુ ખતરનાક છે. જાેકે વૈજ્ઞાનિકો અત્યાર સુધી ૧૪ મ્યુટેશનની તપાસમાં લાગેલા છે.
આપને જણાવી દઇએ કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ જે ખતરનાક વેરિયન્ટના નામ બતાવ્યા છે. તે આલ્ફા, બીટા, ગામા, ડેલ્ટા પ્લસ, કાપા, ઇટા અને લોટા છે. આ બધા વેરિયન્ટ દેશમાં મળી ચૂક્યા છે. આ વેરિયન્ટમાં કોઇના કેસ વધુ છે તો કોઇના ઓછા છે. સમગ્ર દેશની ૨૮ લેબમાં તેની સીક્વેંસિંગ ચાલી રહી છે. વેરિયન્ટના શરૂઆતના રિપોર્ટના પરિણામ ખૂબ ચોંકાવનારા છે. સૂત્રોના જણાવ્યાનુસાર ભારતમાં ડેલ્ટા સાથે કાપા વેરિયન્ટ પણ છે.
જીનોમ સીક્વેસિંગની મદદથી જ વૈજ્ઞાનિક કોરોના વાયરસમાં થનાર ફેરફારને સમજી શકે છે. દરેક રાજ્યમાં ૫ ટકા સેમ્પલના જીનોમ સીક્વેંસિંગ થવું જરૂરી છે, પરંતુ અત્યારે ૩% પણ થઇ રહ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં અત્યાર સુધી ૨૮,૦૪૩ના જીનોમ સીક્વેંસિંગ કરાયા છે. જેમાં ડેલ્ટા પ્લસ અને કાપાના ગંભીર મ્યુટેશન મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોએ ડેલ્ટા પ્લસ, બીટા અને ગામા મ્યુટેશનને સૌથી ખતરનાક ગણવામાં આવે છે. આ મ્યુટેશન ઝડપથી ફેલાય છે અને લોકોમાં એંટીબોડી પર હુમલો કરે છે. કોરોના વાયરસના મ્યુટેશન પર વૈજ્ઞાનિકોનો અભ્યાસ ચાલુ છે.