વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં બે દાયકા કરતાં વધારે સમયથી ભાજપનું શાસન છે. ત્યારે વિકાસની વાતો તો થયા કરે છે, પરંતુ તે માત્ર કાગળ ઉપર જ હોય છે, જેના અનેક પુરાવા મળતા હોય છે. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં શહેરના અનેક સ્થળે ભૂવા પડતા હોય છે, પરંતુ હવે તો શિયાળામાં પણ ભૂવા પડી રહ્યા છે. સરદાર એસ્ટેટ પાસેના રોડ પર શુક્વારે સવારે ઈંટો ભરેલી ટ્રક પસાર થઇ રહી હતી, તેવામાં અચાનક જ રોડ ઉપર ભૂવો પડતાં ટ્રક્નું પાછળનું ટાયર ભૂવામાં ગરકાવ થઇ ગયું હતું. જેના પગલે ટ્રકમાંથી તમામ ઈંટો ઉતારી મહામુસિબતે ટ્રકને બહાર કાઢવામાં આવી હતી, જે શહેરના કાગળ ઉપરના વિકાસના પુરાવા આપે છે.