અમદાવાદ-

આવનારા એપ્રિલ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પરના રન-વે ને રીસરફેસ કરવાનો હોવાથી તારીખ 20 થી 30 સુધી બપોરે 11 થી સાંજે 5 વાગ્યા સુધી 9 દિવસ માટે બંધ રાખવામાં આવશે, જેથી આંતરરાષ્ટ્રીય 60 થી વધુ ફ્લાઈટનાં શિડયુઅલ્સ ખોરવાશે, જેથી એપ્રિલ મહિનામાં અમદાવાદ આવનારા પેસેન્જરોએ ફરી એક વખત પોતાનું શિડયુઅલ ચેક કરી લેવું, જેના કારણે તેમને છેલ્લી ઘડીની તકલીફ નાં પડે, ખાલી એક દિવસ એટલેકે 24 એપ્રિલના દિવસે રન-વે ચાલુ રહેશે.

જણાવેલ તારીખોમાં વિદેશથી આવનારી કે જનારી એક પણ ફ્લાઈટ લેન્ડ નહી થાય કે ટેકઓફ નહી થાય તેની ખાસ નોંધ લેવી, એરપોર્ટ ઓથોરીટીના જણાવ્યા પ્રમાણે અમદાવાદના એરપોર્ટ પર ખાડા પડી જતા રન-વે ની હાલત ભયજનક હોવાથી પ્લેનના લેન્ડીંગ અને ટેકઓફ કરતી વખતે કોઈ પણ પ્લેનનું ટાયર ફાટી શકે છે જેનાથી પેસેન્જરોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે, અને કોઈ મોટી દુર્ઘટના ના સર્જાય તે માટે આ રન-વે બંધ કરીને તેને ફરી બનાવવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ નોઈ રન-વેની લંબાઈ કહેવામાં આવે છે કે તે સાડાત્રણ કિલોમીટર લાંબો છે, વર્ષ 2019 માં એરપોર્ટના રન-વે પર ઘણી જગ્યાએ ખાડા ટેકરા અને કેટલીક ગટરોનાં ઢાકણા ખુલા પડી જતા DGCA ની ટીમ દ્વારા એરપોર્ટ ઓથોરીટીની ઝાટકણી કાઢતા કારણ દર્શક નોટીસ ફટકારી હતી જેના કારણે એરપોર્ટ ઓથોરીટી દ્વારા તાત્કાલિક રન-વેને રીપેર કરવામાં આવ્યો હતો, પરંતુ 2020 માં પડેલા ભારે વરસાદના કારણે ફરી એક વખત રન-વે પર ખાડા પડી જતા જોખમ ઉભું થયું છે માટે આગામી એપ્રિલ મહિનાની આખરમાં દસ દિવસ માટે રન-વે ને બંધ કરીને રીપેરીંગ કરવામાં આવનાર છે, જેથી લગભગ 62 ફલાઈટો કેન્સલ કરવામાં આવશે.