26, જુન 2025
2871 |
સુરત, સુરત શહેરના પરવટ પાટિયા ખાતે રહેતા અને વિધાતા જ્વેલર્સના નામે સોના-ચાંદીની દુકાન ધરાવતા ઈશ્વરભાઈ સોની તથા તેમના પરિવારના સભ્યો સુરતથી ઉદયપુર અને ઉદયપુરથી બસ મારફતે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ ખાતે ધાર્મિક પ્રવાસે ગયા હતા દરમિયાન ટ્રાવેલ્સની બસ નદીમાં ખાબકતા સોની પરિવારની એક પુત્રીનું મોત થયું હોવાના અહેવાલ સામે આવ્યા છે. સુરત શહેરના પરવટ પાટિયા વિસ્તારના સિલિકોન પેલેસમાં રહેતા અને વિધાતા જ્વેલર્સના નામે સોના-ચાંદીની દુકાન ધરાવતા ઈશ્વરભાઈ સોની તેમના પત્ની ભાવનાબેન સોની, પુત્રી ડ્રીમી સોની (ઉ.વ.૧૭), પુત્ર ભવ્ય સોની તથા અન્ય એક પુત્રી ચેષ્ટા સોની સુરત થી ઉદયપુર ગયા હતા. મુળ રાજસ્થાનના વતની ઈશ્વરભાઈ સોની પરિવાર સાથે ઉદેપુર પહોંચ્યા બાદ ઉદયપુરથી તેમણે ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ ખાતે ટ્રાવેર્લ્સ બસ મારફતે ધાર્મિક પ્રવાસ શરૂ કર્યા હતો. જ્યાં આ ટ્રાવેર્લ્સની બસ ધોલથીરથી બદ્રીનાથ હાઈવે નજીક અલકનંદા નદીમાં ખાબકી હતી. આ ટ્રાવેલ્સની બસમાં ગુજરાત સહિત રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટના નાગરિકો હતા. જેમાં ચાર લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ મળ્યા છે. આ ચાર મૃતકોમાં સુરતના સોની પરિવારની ડ્રીમી સોની હોવાનું હાલ જાણવા મળ્યું છે. જાેકે આંજે મોડી સાંજ સુધી તેનું સત્તાવાર સમર્થન મળી શક્યું ન હતું. વધુમાં એક અહેવાલ મુજબ આ અકસ્માતમાં ઈશ્વરભાઈ સોની તેમના પત્ની ભાવનાબેન સોની, પુત્ર ભવ્ય સોની સારવાર હેઠળ છે તથા અન્ય પુત્રી ચેષ્ટા સોની લાપતા હોવાનું જાણવા મળી રહ્નાં છે. વધુમાં અહેવાલો મુજબ ઈશ્વરભાઈ સોની મુળ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ભદરાડા ગામના વતની છે અને તેમનો પરિવાર પેઢીઓથી જ્વેલરીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ઈશ્વરભાઈ સોની ૧૨-૧૩ વર્ષ પૂર્વે રાજસ્થાનથી સુરત આવીને વિધાતા જ્વેલરીના નામે શોરૂમ શરૂ કર્યો હતો અને આ પ્રવાસમાં ઈશ્વરભાઈ સોની સાથે તેમના સાળાનું પરિવાર પણ સાથે હોવાનું જાણવા મળ્યું છે.