સેક્સ માટે ના પડતા એસીડની ધમકી આપતો સ્પાનો માલિકઃ યુવતીની મદદે આવી 181 ટીમ
28, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

આસામથી ગુજરાતમાં નોકરી મેળવી અને પોતાની જિંદગી બનાવવા આવેલી યુવતી સ્પાના માલિક સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતી હતી. સ્પાનો માલિક યુવતી સાથે દરરોજ સેક્સ કરતો અને ના પાડે તો મારઝૂડ કરતો હતો. તેની સાથે પગારના પૈસા પણ લઈ લીધા હતા. માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળી યુવતીએ આસામ પરત જતા રહેવાનું નક્કી કર્યું હતું. જેની સ્પાના માલિકને જાણ થતાં તેણે ફોન કરી ધમકી આપી હતી કે, પાછી જઈશ તો ગમે ત્યાંથી શોધી તારા પર એસિડ છાંટી દઈશ. યુવતીએ મહિલા હેલ્પલાઇનની મદદ લેતા ટીમ ત્યાં પહોંચી હતી અને તેને સુરક્ષા આપવાની વાત કરી અને સખી સેન્ટરમાં મોકલી આપી હતી. બે દિવસમાં પગારના પૈસા મળતાં આસામ જતી રહેશે.

અમદાવાદ મહિલા હેલ્પલાઇન અભ્યમ ૧૮૧ની ટીમને મેસેજ મળ્યો હતો કે, મારો બોયફ્રેન્ડ મારા પર એસિડ ફેંકવાની ધમકી આપે છે અને અત્યારે હું એક જગ્યાએ સંતાઈને બેઠી છું. જેથી મહિલા હેલ્પલાઇનની ટીમે યુવતીનો સંપર્ક કરતા યુવતી નારણપુરા લાઈબ્રેરી ખાતે હતી. જ્યાં તેંર સાંત્વના આપી પૂછપરછ કરતા પોતે આસામની રહેવાસી છે. ગુજરાતમાં નોકરી માટે આવી હતી. સ્પામાં નોકરી શરૂ કરી હતી. એક સ્પાના માલિક સાથે પ્રેમસંબંધ થતા વડોદરામાં એક મહિનો નોકરી કરી અમદાવાદ સ્પામાં નોકરી ચાલુ કરી હતી. બંને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા. યુવતી સ્પામાં કામ કરતી હતી. સ્પામાં કામ કરવાનું તેના પ્રેમીને ગમતું ન હતું. જેથી ઝઘડો કરી અને મારઝૂડ કરતો હતો.

દરરોજ સેક્સ કરતો અને જાે ના પાડે તો મારઝૂડ કરતો હતો. પગારના પૈસા પણ લઈ લીધા હતા. વધુ ત્રાસ આપતા યુવતી ઘરેથી આસામ જવા નીકળી હતી. આ બાબતે યુવકને જાણ થતાં તેણે ફોન પર ધમકી આપી હતી કે પાછી ગઈ તો ગમે ત્યાં હોઈશ શોધી અને તારા પર એસિડ નાખીશ જેથી એક વ્યક્તિની મદદ લેતા તેમણે મહિલા હેલ્પલાઇનનો નંબર આપ્યો હતો. યુવતીને વતન આસામ ખાતે સુરક્ષિત જવું હોવાથી તેને હેલ્પલાઇનની ટીમે મદદ કરવાની અને સુરક્ષાની ખાતરી આપી અને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મોકલી આપી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution