શ્રીનગર: કાશ્મીરમાં જૈશનો ખુંખાર ત્રાસવાદી વિલાયત ઠાર મરાયો

શ્રીનગર-

જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદીઓ સામેના એન્કાઉન્ટર વધુ તીવ્ર બનાવતા લશ્કરી દળોએ જૈશ એ મોહમ્મદના ટોપ કમાન્ડર વિલાયત ઉર્ફે સજજાદ અફઘાનીને ઠાર માર્યો હતો. કાશ્મીર ઝોનના ડીઆઈજી વિજયકુમારે કહ્યું કે આજે અમારા માટે એક મહત્વની સફળતા છે. સજજાદ અફઘાની લાંબા સમયથી ખીણમાં સક્રીય બન્યો હતો અને અમે તેના પર વોચ ગોઠવી દીધી હતી. રવિવારે નારપુરામાં જહાંગીર અહમ્મદ વાની ને ઠાર માર્યા બાદ વિલાયતનો પીછો કરાયો હતો અને શોપીયામાં તેને ઘેરી લઈને ઠાર મરાયો હતો. માર્યા ગયેલા ત્રાસવાદીઓ પાસેથી રોકડ રકમ ઉપરાંત વિસ્ફોટક પણ હાથ થયા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution