લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, મે 2026 |
1881
તાજેતરમાં જાહેર થયેલા ધો.૧૦ના પરિણામ બાદ હાલમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ધો.૧૧માં પ્રવેશ મેળવવાની પળોજણમાં પડ્યા છે. આ દરમિયાન વાલીઓ અને વિદ્યાર્થીઓ તો ઠીક પણ શહેરની અનેક સ્કુલોના આચાર્યો, વિષય શિક્ષકો અને એડમિશન સ્ટાફમાં ધો.૧૧ સાયન્સમાં પ્રવેશની લાયકાત બાબતે ગેરમાન્યતા પ્રવર્તી રહ્યાની ફરિયાદો ઉઠી છે. ધો.૧૦માં બેઝિક મેથ્સ સાથે પાસ થયેલા કેટલાક વિદ્યાર્થીઓનાં વાલીએ શહેરની ચોક્કસ સ્કુલ પર ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહ મેથ્સ ગ્રુપમાં પ્રવેશ મેળવવા માટે પહોંચ્યા હતા તો ત્યાં તેમને કહેવામાં આવ્યું કે તેમના સંતાનોએ આગામી જુનમાં લેવાનારી બોર્ડની પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા પાસ કરવી પડશે. વાલીઓએ એવી રજૂઆત કરી હતી કે બોર્ડનો બેઝિક અને સ્ટાન્ડર્ડ મેથ્સનો નિયમ નીકળી ગયો છે અને ધો.૧૦માં બેઝિક મેથ્સ ધરાવતા વિદ્યાર્થીઓ પણ ધો.૧૧ વિજ્ઞાન પ્રવાહમાં એ ગ્રુપ કે એબી ગ્રુપમાં પ્રવેશ લઇ શકે છે તેમણે સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવાની થતી નથી.
પરંતુ, આ બાબતથી અજાણ કેટલીક સ્કુલોનાં સ્ટાફે વાલીઓ અને વિદ્યાર્થીઓને પરત મોકલી આપ્યા હતા. કેટલાક વાલીઓ આ બાબતે મિડીયા કર્મીઓને પણ ફરિયાદો કરી હતી અને બોર્ડને સ્પષ્ટતા કરવા માટે રજૂઆત પણ કરી છે. હકીકતમાં બે વર્ષ અગાઉ બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સનો નિયમ કાઢી નાંખવામાં આવ્યો હતો કેમ કે બોર્ડનાં અધિકારીઓને એવી માહિતી મળી હતી કે ધોરણ ૧૧ વિજ્ઞાનમાં પ્રવેશ મેળવ્યા પછી સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા પાસ કરવી એક અવરોધ હતો કારણ કે તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષા પાસ કરી શક્યા ન હતા. વિદ્યાર્થીઓની મુશ્કેલી જાેઇને આ અવરોધ દૂર કરી દેવાયો હતો.
જૂનો નિયમ આ મુજબ હતો
બોર્ડે ૨૦૨૧-૨૨ શૈક્ષણિક વર્ષમાં મૂળભૂત અને પ્રમાણભૂત ગણિત રજૂ કર્યું હતું. ધોરણ ૧૦ પછી ગણિતનો અભ્યાસ ચાલુ રાખવા માંગતા વિદ્યાર્થીઓને પ્રમાણભૂત ગણિતનો વિકલ્પ આપવામાં આવે છે, જ્યારે જેઓ નથી કરતા, તેઓ મૂળભૂત ગણિતનો વિકલ્પ પસંદ કરી શકે છે. મૂળભૂત ગણિત પસંદ કરનારાઓ ફક્ત ધોરણ ૧૧ ગ્રુપ મ્માં પ્રવેશ લઈ શકે છે, પરંતુ છ અથવા છમ્ જૂથોમાં નહીં.
આ છે બદલાયેલો નિયમ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (ય્જીૐજીઈમ્)એ ૧૩ જૂન ૨૦૨૪ના રોજ જાહેરાત કરી હતી કે ૨૦૨૪-૨૦૨૫ના શૈક્ષણિક વર્ષથી, જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત સાથે ધોરણ ૧૦ પાસ કર્યું છે તેઓ ધો.૧૧-૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં મેથ્સ ગ્રુપમાં પ્રવેશને લાયક ગણવામાં આવશે. આ વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષામાં સ્ટાન્ડર્ડ મેથ્સની પરીક્ષા આપવાની રહેતી નથી. જાે ધોરણ ૧૦ પાસ કરનાર વિદ્યાર્થી બેઝિક ગણિત સાથે ધોરણ ૧૧ વિજ્ઞાન પ્રવાહમાં છ અથવા છમ્ જૂથોમાં પ્રવેશ મેળવવા માંગતો હોય, તો તેણે પૂરક પરીક્ષા દરમિયાન ધોરણ ગણિત પરીક્ષા પાસ કરવી પડશે. હવે આ જરૂરી નથી.