લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, મે 2026 |
2277
ઉત્તર પ્રદેશમાં વક્ફ મિલકતોના ડિજિટાઇઝેશન અને વહીવટમાં પારદર્શિતા લાવવા માટે હાલમાં એક વ્યાપક સફાઈ ઝુંબેશ ચાલી રહી છે. આ પ્રક્રિયા અંતર્ગત દસ્તાવેજાેની ચકાસણી દરમિયાન મોટા પાયે ગેરરીતિઓ અને વિસંગતતાઓ સામે આવી છે, જેના કારણે અત્યાર સુધીમાં ૩૧૦૦૦ થી વધુ વક્ફ મિલકતોની નોંધણી રદ કરી દેવામાં આવી છે.કેન્દ્ર સરકારના ‘ઉમીદ’ પોર્ટલ પર ચાલી રહેલી આ પ્રક્રિયામાં લીધેલા આકરા પગલાંથી અસંખ્ય જૂના કબ્રસ્તાનો અને દરગાહો (મજારો) ના અસ્તિત્વ પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ગયા વર્ષે ૫ જૂને ‘ઉમીદ’ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું હતું. વક્ફ ટ્રિબ્યુનલે ઉત્તર પ્રદેશ સુન્ની અને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડની અપીલ બાદ નોંધણી માટેની મુદત વધારી આપી હતી, જેની અંતિમ તારીખ આગામી ૫ જૂનના રોજ પૂર્ણ થઈ રહી છે.
વક્ફ બોર્ડના ચોપડે નોંધાયેલા ‘ખાસરા’ (સર્વે પ્લોટ) નંબર અને સરકારી મહેસૂલ રેકોડ ના નંબરોમાં મોટો વિરોધાભાસ છે.જમીન વિસ્તારમાં અસમાનતા: નોંધાયેલા વાસ્તવિક વિસ્તાર (રકબા) અને દસ્તાવેજી વિસ્તારમાં મોટો તફાવત જાેવા મળ્યો છે.જૂના દસ્તાવેજાેમાં પુષ્કળ કાનૂની અને ટેકનિકલ અચોક્કસતાઓ જાેવા મળી છે.
વક્ફ ટ્રિબ્યુનલે કાયદાકીય રીતે માન્ય હોય તેટલું મહત્તમ સમયગાળાનું લંબાણ અગાઉથી જ આપી દીધું છે, તેથી હવે સામૂહિક રીતે મુદત વધવાની શક્યતા નહિવત છે.વક્ફ બોર્ડના અધિકારીઓના જણાવ્યા મુજબ, મિલકતના રક્ષકો એટલે કે મુતાવલ્લીઓ પાસે હજુ પણ ૫ જૂન સુધીનો સમય છે. તેઓ સાચા અને આધારભૂત સરકારી દસ્તાવેજાે સાથે પોર્ટલ પર વિગતો ફરીથી અપલોડ કરી શકે છે. જાે આ સમયમર્યાદામાં વિસંગતતાઓ સુધારવામાં નહીં આવે, તો આ તમામ મિલકતોને પોર્ટલમાંથી કાયમી ધોરણે હટાવી દેવામાં આવશે. જાે સમય વીતી જશે તો મુતાવલ્લીઓએ વ્યક્તિગત રીતે કોર્ટ અથવા ટ્રિબ્યુનલના ધક્કા ખાવા પડશે, જે ખૂબ જ લાંબી અને જટિલ પ્રક્રિયા છે.