હાઈવે પર ટ્રક પાર્કિંગ સામે કડક પ્રતિબંધ: સુપ્રીમનો નિર્ણય
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
22, એપ્રીલ 2026  |   4059

ભારતમાં રોડ સુરક્ષા મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટું પગલું લીધું છે. કોર્ટે નોંધ્યું છે કે દેશના કુલ રોડ નેટવર્કમાં હાઈવેનો ભાગ માત્ર લગભગ ૨% છે, પરંતુ અહીં થતા અકસ્માતોનો હિસ્સો લગભગ ૩૦% જેટલો છે. આ આંકડો અત્યંત ચિંતાજનક છે અને આ જ કારણથી આ કડક ર્નિણય લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટેના ર્નિણય પ્રમાણે હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ટ્રક અને કમર્શિયલ વાહનોનું પાર્કિંગ સંપૂર્ણપણે પ્રતિબંધિત રહેશે. વાહનો માત્ર સરકાર દ્વારા નિર્ધારિત પાર્કિંગ ઝોનમાં જ ઊભા રહી શકશે. આ નિયમના અમલ માટે છ્સ્જી, ય્ઁજી ટ્રેકિંગ અને ઈ-ચલાન જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. નવા આદેશ અનુસાર હવે કોઈપણ ટ્રક અથવા કમર્શિયલ વાહન હાઈવેની મુખ્ય લેન અથવા રોડના કિનારે ઊભું રહી શકશે નહીં. માત્ર નિર્ધારિત પાર્કિંગ સ્થળો, લેબાય (ન્ટ્ઠઅ-હ્વઅ) અથવા અધિકૃત જગ્યાઓ પર જ વાહનો પાર્ક કરી શકાશે. ખાસ કરીને રાત્રિના સમયે ઓછી દૃશ્યતા હોવાના કારણે ઉભા રહેલા ટ્રકો અકસ્માતનું મોટું કારણ બને છે. આ ર્નિણયને અસરકારક રીતે લાગુ કરવા માટે આધુનિક ટેકનોલોજીનો સહારો લેવામાં આવશે. છ્સ્જી, ય્ઁજી આધારિત મોનિટરિંગ અને ઈ-ચલાન સિસ્ટમ દ્વારા નિયમ ભંગ કરનારાઓ સામે તરત કાર્યવાહી થશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution