પટનામાં નીટની તૈયારી કરતી વિદ્યાર્થિનીનું શંકાસ્પદ રીતે મોત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
02, જુન 2026  |   1683


પટનામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.નીટની તૈયારી કરી રહેલી વિદ્યાર્થિની શ્રુતિ કુમારીનું હોસ્ટેલમાં શંકાસ્પદ હાલતમાં મોત થયું છે. મંગળવારે સવારે પત્રકાર નગર વિસ્તારમાં આવેલા રાધે કૃષ્ણ હોસ્ટેલના રૂમમાં તેણી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી.ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જાેકે પોલીસ તમામ પાસાઓથી તપાસ કરી રહી છે. મૃતક શ્રુતિ કુમારી મૂળ સમસ્તીપુરની રહેવાસી હતી અને વર્ષ ૨૦૨૪થી પટનામાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહી હતી. તેની મિત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી તે માનસિક રીતે પરેશાન હતી. હોસ્ટેલ સંચાલિકાએ જણાવ્યું કે સોમવારે રાત્રે શ્રુતિએ સામાન્ય રીતે ભોજન લીધું હતું અને ત્યારબાદ પોતાના રૂમમાં જતી રહી હતી. તેઓએ કહ્યું કે શ્રુતિ શાંત સ્વભાવની અને અભ્યાસપ્રેમી વિદ્યાર્થીની હતી. મંગળવારે સવારે લાંબા સમય સુધી શ્રુતિ રૂમમાંથી બહાર ન નીકળતાં બાજુના રૂમમાં રહેતી વિદ્યાર્થીનીઓને શંકા ગઈ હતી. અનેક વખત દરવાજાે ખખડાવ્યા છતાં કોઈ જવાબ ન મળતા દરવાજાે ખોલવામાં આવ્યો, જ્યાં શ્રુતિ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. વિદ્યાર્થીનીઓએ તરત જ હોસ્ટેલ સંચાલન અને પોલીસને જાણ કરી હતી. આ મામલામાં એક યુવકનું નામ પણ સામે આવી રહ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ વિદ્યાર્થીની કોઈ વ્યક્તિગત કારણસર પરેશાન હતી. હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution