લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, માર્ચ 2026 |
1683
સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગીત ‘વંદે માતરમ‘ ગાવા અંગે ગૃહ મંત્રાલયના પરિપત્ર વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી ફગાવી દીધી. કોર્ટે કહ્યું કે સાર્વજનિક સ્થળો અને જાહેર કાર્યક્રમો માટે જાહેર કરાયેલ આ નિર્દેશ ફરજિયાત નથી. પરિપત્રને પડકારતી અરજી સમય પહેલા દાખલ કરવામાં આવી છે. આ મામલો ઝ્રત્નૈં જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની બેન્ચ સમક્ષ હતો. બેન્ચે કહ્યું કે ગૃહ મંત્રાલયની એડવાઇઝરીમાં ‘વંદે માતરમ’ ન ગાવા પર કોઈપણ પ્રકારની સજાની જાેગવાઈ નથી.
બેન્ચે કહ્યું- આ દિશા નિર્દેશો ફક્ત એક પ્રોટોકોલ છે અને તેનું પાલન કરવું ફરજિયાત નથી. જ્યારે અરજદાર વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થશે અથવા તેના માટે ગીત ગાવું ફરજિયાત કરવામાં આવશે, ત્યારે અમે આ બધી બાબતો પર ધ્યાન આપીશું. અરજદારનો દાવો- સલાહ આપવાના બહાને સાથે ગાવા મજબૂર કરવામાં આવશે
કોર્ટ મુહમ્મદ સઈદ નૂરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી. ઝ્રત્નૈંએ કહ્યું- “અમને તે નોટિસ બતાવો જેમાં તમને રાષ્ટ્રગાન વગાડવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. તમે એક શાળા ચલાવો છો, અમને એ પણ ખબર નથી કે તે માન્યતા પ્રાપ્ત છે કે નહીં. તેના પર તેમના વકીલે કહ્યું- “જે વ્યક્તિ વંદેમાતરમ ગાવાનો કે રાષ્ટ્રગીતના સમયે ઊભા રહેવાનો ઇનકાર કરે છે, તેના પર હંમેશા ખૂબ મોટો બોજ હોય છે. સલાહ આપવાના બહાને લોકોને સાથે ગાવા માટે મજબૂર કરી શકાય છે.”