
સુરત આવેલાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત એરપોર્ટ પર ઉત્રાણ કરીને સીધા જ હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો કંપનીની મુલાકાત લીધી હતી અને એ પછી તેઓ સીધા જ શહેરનાં ઘોડદોડ રોડ સ્થિત ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા સમારોહમાં પહોંચ્યા હતાં જ્યાં તેમણે સુરત શહેરને એક શહેર નહીં પણ સ્પીરીટ ગણાવતા સભામાં ઉપસ્થિત સુરતીઓ ઝૂમી ઉઠ્યાં હતાં. વડાપ્રધાને ૧૮,૦૦૦ કરોડથી પણ વધારે વિકાસકામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. સુરતીઓને સંબોધન કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુરત એક શહેર નથી પણ એક સ્પીરીટ છે, પર્યાવરણ દિવસે આજે અનેક લોકો પર્યાવરણ જાગૃતિનાં બેનરો લઇને પહોંચ્યા છે, જે ૧૫,૦૦૦ પરિવારોએ આ કામ કર્યું છે, તેમને અભિનંદન આપું છું. તેમણે આજે પર્યાવરણ જાગૃતિનાં સૂત્રો, સ્લોગનો, બેનરો લઇને પહોંચેલા લોકોનો નિર્દેશ કરતા કહ્યું કે સુરતીઓએ મને અણમોલ ભેટ સુરતે આપી છે, અનેક રીતે મૂલ્યવાન ભેટ, એક લાખ લોકોએ પાંચ દિવસ સફાઇ અભિયાન ચલાવ્યું, મારા માટે આ મોટામાં મોટી ભેટ છે, જેના માટે આખા સુરતનો હૃદયથી આભાર માનું છું. સ્વાગતમાં કચરાની અણમોલ ભેટ સુરતે મને આપી છે. સ્વચ્છતાને સંસ્કાર બનાવવા છે. એક લાખ લોકોનાં પરિવારનું સ્વચ્છતા અભિયાનમાં જાેડાવવું એ માત્ર અભિયાન નથી પરંતુ સ્વસ્થ ભવિષ્ય માટેનું સંસ્કાર પર્વ છે, સુરતનાં સૌ સાથીઓ અભિનંદનનાં અધિકારી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી પહેલી વખત ગુજરાત આવ્યા છે, ભાજપને પ્રચંડ બહુમતી અપાવનારા લોકો જેમાં સુરત સહિત આખા ગુજરાતના લોકો છે એ તમામને અભિનંદન આપતા કહ્યું કે અઢી દશકથી વધુનો સમય થઇ ગયો, ભાજપને નિરંતર આશીર્વાદ આપી રહ્યાં છો, સમયની સાથે આ આશીર્વાદ વધી રહ્યાં છે. હાલમાં જ જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂરી થઇ, જેમાં ગુજરાતનાં લોકોએ ભાજપને એટલું વ્યાપક સમર્થન આપ્યું કે બધા જૂના રેકોર્ડ તૂટી ગયા. તેમણે કહ્યું, આજે હું ખુશ છું કે મારા રેકોર્ડ પણ તોડી નાંખ્યા. પોતાના સંસ્મરણો વાગોળતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે રાજનીતિમાં બહુ વિલંબથી આવ્યો, ૧૯૮૭માં રાજનીતિમાં આવ્યો, એ સમયે પહેલી ચૂંટણી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટણીમાં વિજય થયો, ત્યારથી લઇને આજ સુધી વિજયયાત્રા અવિરત ચાલી રહી છે. દુનિયાના લોકતાંત્રિક સમાજમાં એવું ઓછું જાેવા મળે છે કે કોઇ એક પક્ષને લાંબા સમય સુધી જનતા જનાર્દનનાં આશીર્વાદ સતત મળે. સુરત અને નવસારીનાં ચૂંટાયેલા લોકો પહોંચ્યા છે, તમામને અભિનંદન પાઠવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણે યાદ રાખવાનું છે કે લોકોએ આપણને સમર્થન આપ્યું છે, આ પ્રચંડ વિજય સેવાનાં ક્ષેત્રને વધુ વિસ્તારવા માટે આપ્યું છે. આપણે બધાએ હજુ વધુ પરિશ્રમ કરવાનો છે. આપણો સંકલ્પ વિકસિત ગુજરાત, વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે. સુરત એક શહેર નહીં સુરત એક સ્પીરીટ છે એટલા માટે જ કહું છું, ભારતમાં જે શહેર સતત સ્વચ્છતાનાં એવોર્ડ જીતતું આવે છે એ ક્યારેય અટકતું નથી, એ આજે પણ સફાઇ અભિયાન સતત જારી રાખે છે એટલે જ કહું છું કે સુરત એક સ્પીરીટ છે.
વિકસિત ગુજરાતનો સંકલ્પ દેશના દરેક ગામ, જિલ્લા શહેરને વિકસિત કરે એ માટે છે એટલે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ભૂમિકા અગ્રિમ છે. તેમણે કહ્યું કે આજે પાંચ જૂન પર્યાવરણ દિવસ છે, આ અવસરે દેશનાં સૌથી સ્વચ્છ શહેરમાં એક, સુરતમાં છું. આનાથી મોટી ગર્વની વાત શું હોઇ શકે, આ એ જ સુરત છે જે પ્લેગ ગ્રસ્ત હતું અને આજે એ સ્વચ્છતા માટે પ્રતિષ્ઠિત છે. અઢી દસકથી પ્રયાસો થયા, સામૂહિક યોગદાનથી આ શક્ય બન્યું. સુરતનાં તમામ લોકોને, મારા વહાલા સુરતીઓને ખૂબ-ખૂબ અભિનંદન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતીઓને સંબોધતા કહ્યુંકે, સમગ્ર દુનિયા ગ્રીન ફ્યુચર તરફ સાવધાનીપૂર્વક ધીરે ધીરે આગળ વધી રહી છે. ભારત પણ ગ્રીનગ્રોથ ઉપર વધુ કામ કરી રહ્યું છે. આ ક્ષેત્રમાં ગુજરાતે વર્ષો પહેલાથી પ્રયાસો કરવાનું શરૂ કરી દીધું હતું. ગુજરાતે આ શતાબ્દીના આરંભે જ ક્લાઇમેટ ચેન્જનો અલાયદો વિભાગ બનાવી દીધો હતો. આવી વ્યવસ્થા વિકસાવનાર ગુજરાત દેશનું પહેલું રાજ્ય છે. ગુજરાતનાં પાટણનાં ચારણકા ગામમાં પહેલો સોલાર પાર્ક બનાવાયો હતો. એ એક તીર્થ ક્ષેત્ર બની ગયું હતું. જેણે સમગ્ર દેશને પ્રેરણા આપી છે. લોકોએ સમયે સોલાર પાર્ક જાેવા માટે દૂર દૂરથી પહોંચતા હતા. આજે પ્રકૃતિની સાથે પ્રગતિનો મંત્ર એટલે કે ઇકોનોમી પણ અને ઇકોલોજીનો મંત્ર જરૂરી છે. પહેલા કહ્યું હતું કે આ દશકો દુનિયા માટે આપદા માટે જાણીતું બન્યું છે. કોરોના જેવી વિપત્તિઓ આવી, વિશ્વમાં યુદ્ધનો માહોલ અને હવે ઉર્જા સંકટ જેણે પૂરી દુનિયાને પ્રભાવિત કરી, વડાપ્રધાન મોદીએ ઉમેર્યું કે દુનિયામાં પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થયો પણ મને સંતોષ છે કે સંયુક્ત પ્રયાસોથી ભારત આવા દરેક સંકટોનો મજબૂતીથી સામનો કરી રહ્યું છે. આપણે આ સંકટ પર પણ વિજય મેળવીશું. આમાં પણ ગુજરાતની મોટી ભૂમિકા છે. ભારતનો નાગરિક સપનાઓ, સંકલ્પોથી ભરેલો છે. જ્યારે દેશની જનશક્તિ સંકલ્પિત છે એ જ ભારતની તાકાત છે. આવો આપણે વિકસિત ભારતનાં નિર્માણને એક સાથે પ્રયાસો કરીને આગળ વધીએ. છેલ્લું નિવેદન કરીને વડાપ્રધાને પોતાના વક્તવ્યનું સમાપન કર્યું હતું.
કોંગ્રેસ અરાજકતા અને અનિશ્ચિતતામાં અવસર શોધે છે પરંતુ દેશનાં લોકોએ તેને જાકારો આપ્યો છે
હાલમાં થયેલી બંગાળની ચૂંટણીનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે ચૂંટણી પછી હરકોઇ બંગાળની જ ચર્ચા કરી રહ્યા છે. ભાજપ અને એનડીએ ને મોટો જનાદેશ મળ્યો. દેશ અરાજકતા, અનિશ્ચિતતા અને નિરાશાને પસંદ નથી કરતો એ જ સંદેશો દરેક ચૂંટણી પછી મળે છે. કોંગ્રેસ છેલ્લા ૧૨ વર્ષોમાં અરાજકતા અને અનિશ્ચિતતા ફેલાવીને પોતાના માટે અવસર શોધી રહી છે, પણ દેશની જનતા દરેક વખતે તેમને જડબેસલાક જવાબ આપી રહી છે. જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારો છે ત્યાંની જનતા કોંગ્રેસથી તંગ આવી ગઇ છે. હિમાચલની જનતાએ કોંગ્રેસને જાકારો આપ્યો, એ પહેલા હરિયાણા અને પંજાબની જનતાએ કોંગ્રેસને અરીસો બતાવી દીધો છે. કોંગ્રેસની અરાજકતામાં તક શોધવાની રાજનીતિને લોકોએ જાકાર આપ્યો છે. અને આ જ કારણ છે કે કર્ણાટકમાં કોંગ્રેસે મુખ્યમંત્રી બદલવા પડ્યા છે. ભારત નકારાત્મકતાથી આગળ નીકળી ગયેલો દેશ છે.
પેટ્રોલ-ડીઝલ અમે બચાવીશું: વડાપ્રધાન મોદીજી, તમારી સુરક્ષામાં કોઇ ઘટાડો નહીં કરતાં: હર્ષ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, "વડાપ્રધાન જ્યારે પણ ગુજરાત આવે છે ત્યારે તેઓ ક્યારેય ખાલી હાથે આવતા નથી. તેઓ હંમેશા ગુજરાતની ઝોળી વિકાસના નવા પ્રોજેક્ટો, નવી યોજનાઓ અને જનહિતના કાર્યોની ભેટોથી ભરી દે છે.‘વડાપ્રધાનનાં માર્ગદર્શન હેઠળ આજે ગુજરાત વિકાસ, સુશાસન, ઉદ્યોગ, રોકાણ અને જનકલ્યાણના ક્ષેત્રોમાં દેશના અગ્રણી રાજ્યોમાં સ્થાન ધરાવે છે. ગુજરાતે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે, જેના પરિણામે રાજ્યને રાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો પ્રાપ્ત થયા છે.
તાજેતરમાં ગુજરાતને મળેલા પાંચ પ્રતિષ્ઠિત એવોર્ડનો ઉલ્લેખ કરતાં હર્ષ સંઘવીએ જણાવ્યું કે આ સન્માન માત્ર સરકારની સિદ્ધિ નથી, પરંતુ રાજ્યની જનતા, અધિકારીઓ અને કર્મચારીઓની સંયુક્ત મહેનતનું પરિણામ છે. સંબોધન દરમિયાન હર્ષ સંઘવીએ જમ્મુ-કાશ્મીર સાથે જાેડાયેલા ઐતિહાસિક ર્નિણયનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કલમ ૩૭૦ નાબૂદ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની એકતા અને અખંડિતતાને વધુ મજબૂત બનાવી છે.આ ર્નિણયથી જમ્મુ-કાશ્મીરને દેશની મુખ્ય વિકાસધારા સાથે વધુ અસરકારક રીતે જાેડવામાં મદદ મળી છે.
હર્ષ સંધવીએ પોતાના સંબોધનમાં નરેન્દ્ર મોદીની સુરક્ષા અંગે પણ જણાવ્યું હતું, તેમણે એવું કયું હતું કે પેટ્રોલ-ડીઝલ અમે બચાવીશું તમે સુરક્ષામાં ઘટાડો ન કરો. તેમણે વધુમાં જણાવ્યું કે ૫૦ કરોડથી વધુ લોકોના જનધન ખાતાઓ ખોલીને તેમને બેંકિંગ વ્યવસ્થા સાથે જાેડવામાં આવ્યા છે. ઉપરાંત, કરોડો પરિવારોને ઉજ્જ્વલા યોજના હેઠળ મફત ગેસ કનેક્શન આપવામાં આવ્યા છે, જ્યારે ૮૦ કરોડથી વધુ લાભાર્થીઓ સુધી મફત અનાજ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ યોજનાઓએ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોનાં જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો લાવ્યો છે. કાર્યક્રમના અંતે હર્ષ સંઘવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગુજરાત અને દેશ વિકાસના નવા શિખરો સર કરશે. તેમણે જણાવ્યું કે આજે સુરતમાંથી શરૂ થયેલી વિકાસયાત્રા આગામી વર્ષોમાં ગુજરાતને વધુ સમૃદ્ધ, આધુનિક અને આર્ત્મનિભર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
વડાપ્રધાન મોદીએ ક્લાયમેન્ટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી: ભૂપેન્દ્ર પટેલ
સુરતનાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ પ્રથમ જનતાનો આભાર વ્યક્ત કરીને વિશ્વ પર્યાવરણ દિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. તેમજ પોતાના સંબોધન કરતા મુખ્યમંત્રીએ હળવા અંદાજમાં જણાવ્યું હતું કે, ‘હર્ષભાઈએ આજે સેન્ચુરી ફટકારી છે.’ તેમની આ પ્રશંસા રાજ્ય સરકારની સક્રિયતા અને સફળતા દર્શાવે છે. એેમના નેતૃત્વમાં ભારતની પ્રતિષ્ઠા દુનિયાભરમાં વધી છે. વિશ્વમાં હાલ જે સ્થિતિ ઉદભવી છે તેમાં પણ ૧૪૦ કરોડ દેશવાસીઓને ભરોસો અને વિશ્વાસ છે કે મોદી સાહેબ છે તો આપણે સુરક્ષિત છીએ. પીએમએ બે પગલાં આગળ વિચારીને કલાયમેન્ટ ચેન્જની આફતને અવસરમાં પલટાવી છે.
ભવિષ્યમાં ભલે પાણી બાબતે યુદ્ધ થાય પણ પાણી માટે વડા પ્રધાનને કમર કસી છે: સી. આર
પીએમ મોદીના કાર્યક્રમને લઈ કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સી આર પાટીલે જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદીનું આ સુરત ઉપર ખૂબ મોટું ઋણ છે. તાપી નદીને સ્વચ્છ કરવા માટે ૨૦૧૯માં તેમણે નવસો કરોડ મંજૂર કર્યા હતા. સમગ્ર દેશમાં સુરત એક માત્ર એવું શહેર છે. જેને વસતિ વધે અને પાણી માટે આવનારા ૫૦ વર્ષ સુધીની તૈયારી કરી છેઆજે દેશને ૧૮ હજાર કરોડની ભેટ મળવા જઈ રહી છે. નરેન્દ્ર મોદીના આહવાનને લોકો સમર્થન કરી રહ્યા છે. દેશમાં ઉદભવેલી પરિસ્થિતિનો સામનો કરવા દેશના લોકો એકત્રિત થઈ રહ્યા છે. આજે વૈશ્વિક પરિસ્થિતિને લોકો સમજતા થયા છે. દેશમાં વૈશ્વિક યુધ્ધ અંગે વડા પ્રધાનને સંબોધતા જણાવ્યું હતું કે ભવિષ્યમાં ભલે પાણી બાબતે યુધ્ધ થાય પણ પાણી માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કમર કસી છે, જેથી હું તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું.
Loading ...
