વોશિંગ્ટન,તા.૬

ટાલિયાપણું અને કોરોના દર્દી વચ્ચે કનેક્શન સમજવા માટે બે સ્ટડી કરવામાં આવી. બંને પરિણામ સરખા જ આવ્યા. આની પહેલાં આવેલા રિપોર્ટમાં જણાવ્યું હતું કે, મહિલાઓથી વધારે પુરુષોને કોરોના સંક્રમણનું અને મૃત્યુનું જાખમ વધારે છે. ત્યારે વધુ એક અભ્યાસ થયો છે. ટાલિયા પુરુષોમાં કોરોનાવાઈરસનું ગંભીર સંક્રમણનું જાખમ વધારે છે. આ દાવો અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે. 

રિસર્ચર કાર્લોસ વેમ્બિયરનું કહેવું છે કે, ટાલિયાપણુંથી સંક્રમણ વધારે ગંભીર થવાનું રિસ્ક ફેક્ટર છે. સંશોધકના દાવા પ્રમાણે, ૪૧ કોરોનાના દર્દીઓ પર કરેલા રિસર્ચમાં ૭૧ ટકા દર્દીઓ ટાલિયા હતા. આ શોધ સ્પેનની હોસ્પિટલમાં કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ અમેરિકન એકેડમી ઓફ ડર્મેતોલોજીમાં પબ્લિશ થયેલા એક અભ્યાસ પ્રમાણે ૧૨૨ પરુષો પર થયેલા રિસર્ચમાં ૭૯ ટકા કોરોના દર્દી ટાલિયા હતા. 

રિસર્ચરે કહ્યુ કે, મેલ સેક્સ હોર્મોન એન્ડ્રોજન ટાલિયાપણું અને કોરોનાવાઈરસને સંક્રમણ કરવાની ક્ષમતાને વધારી દે છે. તેનો અર્થ એ થાય છે કે, આ હોર્મોન દવાની અસરને દબાવી દે છે અથવા તો ઓછી કરી દે છે. આ માટે કોરોના દર્દીઓનો સાજા થવાનો દર ધીમો થઇ જાય છે. તેમને રિકવર થવામાં સમય લાગે છે. 

સંશોધક કાર્લોસે કÌšં કે, એન્ડ્રોજન હોર્મોન કોરોનાની કોશિકાને ચેપી કરવાનો એક મહ¥વનો ગેટવે હોઈ શકે છે. બીજા શોધકર્તાએ કÌšં કે, આ ટોપિક પર હજુ વધારે રિસર્ચ કરવાની જરૂર છે જેથી અન્ય માહિતી સામે આવે.

૨૦ લાખ કોરોના વેક્સીન બનાવવાનો અમેરિકી રાષ્ટÙપ્રમુખનો દાવો

વોશિંગ્ટન ઃ અમેરિકન રાષ્ટÙપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમના દેશમાં કોરોના મહામારીની વેક્સીન શોધી લીધી છે. અમેરિકાએ ૨૦ લાખ વેક્સીન બનાવી લીધી છે અને તે સુરક્ષિત હોવાની વાત સ્પષ્ટ થતાં જ તેનો ઉપયોગ પણ શરૂ કરી દેવાશે. ટ્રમ્પે પત્રકારો સાથે વાત કરતાં કÌšં કે અમે વેક્સીનને લઇ એક બેઠક કરી છે. બેઠકમાં ખબર પડી કે અમે લોકોએ તેના પર ઘણું સારું કામ કર્યું છે. અમે લોકોએ વીસ લાખ વેક્સીન તૈયાર કરીને રાખી છે. બસ હવે તેને લોકો સુધી પહોંચાડવાનું કામ બાકી છે. આ સિવાય તેમણે કોરોનાને લઇ ચીન પર પણ પ્રહારો કર્યા. ટ્રમ્પે કÌšં કે આપણે દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ એટલે કોરોના સામે ઝઝૂમવામાં સફળ રહ્યા. બીજીબાજુ ચીન સરકારે કÌšં કે તેમને આશા છે કે તેઓ આ વર્ષના અંત સુધીમાં પોતાની વેક્સીન બનાવીને બજારમાં ઉપલબ્ધ કરાવી દેશે. ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં કોરોના વાયરસથી બચવા માટે ૧૦૦થી વધુ વેક્સીન પર રિસર્ચ અને ટ્રાયલ ચાલી રહ્યા છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીની તરફથી બનાવામાં આવેલી વેક્સીન માટે Âક્લનિકલ ટ્રાયલના પરિણામ ઘણા સારા આવ્યા છે.