06, સપ્ટેમ્બર 2024
લુણાવાડા |
990 |
લુણાવાડા ના સરસ્વતી ઉત્તર બુનિયાદી વિદ્યાલય લકડી પોયડા ખાતે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીની જન્મ દિન નિમિત્તે શિક્ષક દિનની ઉજવણી ધોરણ ૯ થી ૧૨ ના બાળકો દ્વારા કરવામાં આવી જેમાં શાળામાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો પણ જાેડાયા હતા શિક્ષક તરીકે ૫૬ અને ક્લાર્ક ૨ બાળકો અને પટાવાળા ૬ બાળકો એ ભૂમિકા અદા કરી હતી સમગ્ર સંચાલન આચાર્ય બનેલ દિગ્વિજય સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું ડૉ . સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જીવનના ઉદ્દેશો અને સમાજના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા અને તેમના અનુભવો રજૂ કર્યા હતા આજના દિન નિમિત્તે દિવ્યાંગ બાળકોએ પણ જુદી જુદી ભૂમિકા ભજવી હતી અને દરેક બાળકોને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.