લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
10, મે 2026 |
3960
અનેક માથાપચ્ચી બાદ આખરે તમિલનાડુમાં ટીવીકેનો સત્તાનો માર્ગ મોકળો થઈ ગયો અને આજે થલાપતિ વિજયના નામથી ઓળખાતા સી જાેસેફ વિજય મુખ્યમંત્રી પદના શપથ પણ લીધા. વિજયના શપથગ્રહણ સમારોહમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પણ સામેલ થયા. શપથગ્રહણ સમારોહ ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમ ખાતે યોજાયો. થલાપતિ વિજય તરીકે ઓળખાતા સી જાેસેફ વિજયને રાજ્યપાલે મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. આ પળના તેમના માતા પિતા અને નીકટના મિત્રો સાક્ષી રહ્યા હતા. તમિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે વિજયને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા. વિજયે મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ ૯ વિધાયકોએ મંત્રીપદના શપથ લીધા. જેમાં થિરુ એન આનંદ, સીટીઆર ર્નિમલકુમાર, અરુણ રાજ, આધવ અર્જૂના, કીર્તના, રાજમોહન, વેંકટરામનન અને સેનગોટ્ટેયાન સામેલ છે. થિરુ એન આનંદે કે જેઓ ત્યાગરાજ સીટથી ધારાસભ્ય બન્યા છે તેમણે મંત્રીપદના શપથ લીધા. તેઓ ટીવીકેના મહાસચિવ અને પ્રવક્તા પણ છે. ટીવીકે નેતા અને પ્રમુખ રણનીતિકાર આધવ અર્જૂન પણ મંત્રી બન્યા. તેઓ વિલ્લિવક્કમ સીટથી વિધાયક છે અને વીસીકેના જનરલ સેક્રેટરી રહી ચૂક્યા છે. ટીવીકેના મહાસચિવ કેજી અરુણ રાજે પણ મંત્રીપદના શપથ લીધા ગોબીચેટ્ટિપાલયમ સીટથી નવા ચૂંટાઈ આવેલા વિધાયક કે એ સેંગોટ્ટેયને મંત્રી પદના શપથ લીધા. નવમી વખત વિધાયક બનેલા સેંગોટ્ટેયન ટીવીકે પહેલા લાંબા સમય સુધી છૈંછડ્ઢસ્દ્ભ જાેડે જાેડાયેલા રહ્યા. માયલાપુરથી નવા ચૂંટાઈ આવેલા પી વેંકટરામનન પણ મંત્રી બન્યા.તમિલનાડુમાં ભાજપના સોશિયલ મીડિયાના ચીફ રહી ચૂકેલા આર ર્નિમલકુમાર થુરુપરંકુદ્રમ શપથ લીધા. તેઓ એક સમયે છૈંછડ્ઢસ્દ્ભનો પણ ભાગ રહી ચૂક્યા છે. તમિલ અભિનેતા અને ડાયરેક્ટર ડો. ટી કે પ્રભુ પણ વિજય સરકારમાં મંત્રી બન્યા. ૨૯ વર્ષના એસ ર્કિતના પણ મંત્રી બન્યા. તેઓ ટીવીકે સરકારના સૌથી યુવા મંત્રી છે.