વડોદરા, તા.૨૬ 

શહેરના આજવા રોડ પર કમલાનગર તળાવમાંથી ૩૬ કાચબાઓ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સવારે મૃત હાલતમાં મળી આવેલા કાચબાઓ જાઈને સ્થાનિક રહીશે આ અંગેની જાણ જીએસપીએ સંસ્થાને કરતાં વન વિભાગની ટીમ અને સંસ્થાના કાર્યકરો સ્થળ પર પહોંચી ગયા હતા અને મૃત કાચબાઓને બહાર કાઢયા હતા. પ્રાથમિક તબક્કે તળાવના કિનારે કોઈ વિસ્ફોટક પદાર્થ ફોડતાં કાચબાઓનું મરણ થયાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.

ગુજરાત એસપીસીએ અને વાઈલ્ડલાઈફ એસઓએસના રાજ ભાવસારને કમલાનગર તળાવ પાસે ચાલવા નીકળેલા વ્યક્તનો કોલ આવ્યો હતો કે, તળાવમાં અસંખ્ય કાચબાઓ મૃત અવસ્થામાં પાણીની ઉપર તરી રહ્યા છે, જેથી તરત જ સંસ્થાના કાર્યકર અને વન વિભાગના નીતિન પટેલ દોડી ગયા હતા અને હોડીની મદદથી તળાવમાં મૃત અવસ્થામાં મળી આવેલા ૩૧ કાચબાઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને વન વિભાગને સુપરત કર્યા હતા. શિડયુલ-૧માં આવતા કાચબાના મૃત્યુ માટે જવાબદારો સામે ગુનો દાખલ કરીને કાર્યવાહી કરવાની માગ કરી છે. જા કે, પ્રાથમિક તબક્કે તળાવના કિનારે કોઈ વિસ્ફોટક પદાર્થ ફોડતાં કાચબાઓના મૃત્યુ થયાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. કોર્પોરેશન દ્વારા આ તવાળ માછીમારી માટે કોન્ટ્રાક્ટથી આપ્યું હોવાનું તેમજ તળાવમાં સાફસફાઈ પણ થતી તેમ લોકોએ જણાવ્યું હતું. જા કે, પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ કાચબાઓના

મૃત્યુનું કારણ બહાર આવશે.

વન વિભાગે તપાસ હાથ ધરી :  કાચબા દાઝયાના નિશાન મળ્યા

૩૬ કાચબાના મૃત્યુની ઘટનાની તપાસ વન વિભાગે હાથ ધરી છે. આ અંગે વન વિભાગના અધિકારી નિધિ દવેએ જણાવ્યું હતું કે, મૃત અવસ્થામાં મળી આવેલા ૩૬ કાચબાઓને કમાટીબાગ રેસ્કયૂ સેન્ટર ખાતે લાવવામાં આવ્યા છે. આ કાચબાઓ ર થી ૪ વર્ષની ઉંમરના છે જેમાં ૧૦ કાચબાના મોઢા તેમજ અન્ય ભાગોમાં દાઝયાના નિશાન મળી આવ્યા છે. કાચબાઓનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ વધુ તપાસ માટે વિસેરા સુરતની લેબમાં મોકવામાં આવશે.