દિલ્હી-

દેશમાં કોરોના વાયરસની સ્થિતિ અને વેક્સિનના ઈમરજન્સી અપ્રૂવલ અને તેના વિતરણની તૈયારીની તાજા સ્થિતિ વિશે સ્વાસ્થ્ય મંત્રાલયે પત્રકાર પરિષદ કરી જાણકારી આપી છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, ભારતમાં પ્રતિ ૧૦ લાખ જનસંખ્યા પર કોરોના કેસની સંખ્યા દુનિયામાં સૌથી ઓછી છે. ભારતમાં પ્રતિ મિલિયન જનસંખ્યા પર ૭૧૭૮ કેસ છે, વૈશ્વિક એવરેજ ૯૦૦૦ છે. મંગળવારે પાંચ મહિનામાં સૌથી ઓછા કેસ સામે આવ્યા છે.

કોરોના વેક્સિન લગાવવાની તૈયારીને લઈને રાજેશ ભૂષણે કહ્યુ કે, ૯૦૦૦ કોલ્ડ ચેન પોઈન્ટ, ૨૪૦ વોક-ઇન કૂલર, ૭૦ વોક-ઇન ફ્રીઝર, ૪૫૦૦૦ આઇસ-લાઇનેટ રેફ્રિઝરેટર, ૪૧૦૦ ડીપ ફ્રી જર્સ અને ૩૦૦ સોલર રેફ્રિઝરેટરનો ઉપયોગ કરવામાં આવશે. આ બધા સાધનો રાજ્ય સરકાર સુધી પહોંચી ચુક્યા છે. સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યુ કે, રસીકરણ બાદ પ્રતિકૂળ ઘટનાઓ એક મહત્વપૂર્ણ મુદ્દો છે. જ્યારે આપણે એક સાર્વભૌમિક રસીકરણ કાર્યક્રમ કરીએ છીએ, જે દાયકામાં કરવામાં આવે છે તો રસીકરણ બાદ બાળકો અને ગર્ભવતી મહિલાઓમાં પ્રતિકૂળ પ્રભાવ જાેવા મળે છે.  

તેમણે કહ્યું કે, તેથી જ્યારે કોરોના રસીકરણ શરૂ થાય છે, તો અમે કોઈ પ્રતિકૂળ ઘટનાની સંભાવનાથી ઇનકાર ન કરી શકીએ. જે દેશોમાં રસીકરણ પહેલાથી શરૂ થઈ ચુક્યું છે, વિશેષ કરીને બ્રિટનમાં પ્રથમ દિવસે પ્રતિકૂળ ઘટનાઓ થઈ છે. તેથી તે જરૂરી છે કે રાજ્ય અને સંઘ રાજ્ય ક્ષેત્ર તે માટે પણ તૈયારી કરે. બ્રિટનમાં બે કર્મચારીઓને રસી લગાવ્યા બાદ મોડી રાત્રે તીવ્ર રિએક્શનની ફરિયાદ બાદ આવી હતી. પરંતુ હવે બંન્ને કર્મચારીની આ એલર્જી ઝડપથી ઠીક થઈ રહી છે. ત્યારબાદ બ્રિટનના દવા નિયમનકારીએ પાછલા દિવસોમાં કોરોના રસી વિશે એક ચેતવણી જાહેર કરી હતી. નિયમનકારીએ કહ્યું કે, દવા, ખાદ્ય પદાર્થો કે વેક્સિનથી એલર્જી થવાની ફરિયાદ વાળા લોકો ફાઇઝર બાયોનટેકના કોવિડ વેક્સિનના ડોઝ ન લે.