મગજ સુધી જતા ઓકિસજનને રોકી દે છે કોરોના વાયરસ
07, ઓગ્સ્ટ 2020

કોરોના વાયરસે પુરી દુનિયાને ભરડો લીધો છે, હજુ તેની રસી કે દવા શોધાઈ નથી ત્યારે તે સહેલાઈથી જાય તેમ નથી. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે કોરાના વાયરસથી પુરી નર્વસ સિસ્ટમને ખતરો છે.

એક અભ્યાસ મુજબ હોસ્પિટલમાં દાખલ લગભગ 50 ટકા કોરોના દર્દીઓને માથાનો દુ:ખાવો, ચકકર આવવા, ગંધ-સુગંધ અને સ્વાદનો અનુભવ ન થયો. સ્ટ્રોક, નબળાઈ અને માંસપેશીઓમાં દર્દ જેવા લક્ષણોનો સામનો કરવો પડી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે સંક્રમીતના મગજમાં ઓકસીજનની કમી હોઈ શકે છે કે લોહીનો જથ્થો જામી શકે છે, આનાથી સ્ટ્રોકનો ખતરો છે. વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે વાયરસ મગજને પણ સંક્રમીત કરી શકે છે. તે નર્વસ સિસ્ટમના અનેક ટિસ્યુને ખતમ કરી શકે છે. તેનાથી મગજમાં સોજા આવી શકે છે અને તેથી મગજ અને નસોને નુકશાન પહોંચી શકે છે.

સંશોધકોએ જણાવ્યું હતું કે આ સામાન્ય જન ડોકટરોએ જાણવું જરૂરી છે કે સંક્રમણના સંકેત તાવ, ઉધરસ આવતા પહેલા નર્વસ સિસ્ટમમાં પરેશાનીના રૂપે આવે છે.ખાસ અણુ શોધાયા: વૈજ્ઞાનિકોએ કોરોનાને રોકનાર નાના મોલેકયુટસ અર્થાત અણુઓનો પતો મેળવ્યો છે. આ અણુ વાયરસમાં એક પ્રોટીનને રોકી શકે છે જેના કારણે કોરોના થાય છે.રશિયાએ બનાવી દવા: રશિયાએ કોરોના દર્દીઓના ઈલાજ માટે એક દવાને મંજુરી આપી છે. ડ્રગનું નામ અદશરફદશિ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે તેને મંજુરી આપી છે. તે દેશના દર્દીઓને આપવામાં આવશે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution