જાે ભારતમાં ગીધની સંખ્યામાં ઘટાડો ન થયો હોત તો પાંચ વર્ષમાં પાંચ લાખ લોકોના જીવ બચી શક્યા હોત.એક નવા અભ્યાસ મુજબ, ગીધ કુદરતી સફાઈ કામદારો છે, પરંતુ તેમની ઘટતી સંખ્યાને કારણે પાંચ વર્ષમાં વચ્ચે અડધા મિલિયન લોકોના અકાળે મૃત્યુ થયા છે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં ગીધની વસ્તીમાં થયેલા ઘટાડાની વિનાશક અસરો થઈ છે. એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આ ઇકોલોજીકલ આપત્તિના કારણે પાંચ વર્ષમાં પાંચ લાખ લોકોના અકાળે મોત થયા હશે તેવું અનુમાન છે. આ મહત્વપૂર્ણ કુદરતી સફાઈ કામદારોની ગેરહાજરીને કારણે જાહેર આરોગ્ય સંકટ એ જૈવવિવિધતા અને માનવ સ્વાસ્થ્ય વચ્ચેના નાજુક સંતુલનને પ્રતિબિંબિત કરે છે.
અમેરિકન ઇકોનોમિક રિવ્યુમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જાહેર આરોગ્ય કટોકટીથી દર વર્ષે લગભગ ૭૦ બિલિયન ડોલર જેટલું નાણાંકીય નુકશાન થાય છે. આ પરિણામો ગીધ જેવી મુખ્ય પ્રજાતિઓનું સંરક્ષણ કરવાની જરૂરિયાત સૂચવે છે.
સાયન્સ મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક સંશોધન મુજબ, ગીધ એ ભારતમાં એક મુખ્ય પ્રજાતિ છે, જે દેશના ઘણા ઇકોસિસ્ટમના કાર્ય માટે જરૂરી છે. આ શિકારી પક્ષીઓ માત્ર રોગગ્રસ્ત મૃતદેહને જ નહીં, તેઓ અન્ય સફાઈ કરનારા પ્રાણીઓની વસ્તી પણ ઘટાડે છે, જેમ કે જંગલી કૂતરા જે હડકવા ફેલાવી શકે છે. આ ઉપરાંત પશુપાલકો તેમના મૃત પશુઓને પાણીના માર્ગમાં ફેંકી દે છે, જેનાથી રોગ વધુ ફેલાય છે.૧૯૯૪માં, ખેડૂતોએ દુખાવા, સોજાે અને અન્ય સ્થિતિઓની સારવાર માટે પશુઓ અને અન્ય પ્રાણીઓને ડીક્લોફેનાક નામની દવા આપવાનું શરૂ કર્યું , પરંતુ તે ગીધ માટે ઝેરી હતું જે પ્રાણીઓને ખાય છે ત્યારે તેમની કિડનીનો નાશ કરે છે. માત્ર એક દાયકામાં, ભારતીય ગીધની વસ્તીમાં ધરખમ ઘટાડો થયો, પાંચ કરોડથી માંડ માંડ થોડા હજાર.
અભ્યાસમાં, એક પર્યાવરણ નિષ્ણાત, તેણે પોતાની આંખે જાેયેલી ઘટનાનું વર્ણન કરતાં લખ્યું- ચામડાની ફેક્ટરીઓ પાસે પશુઓના શબ એકઠા થયા હતા, જેના કારણે ઝેરી કચરો જળમાર્ગોને દૂષિત કરી રહ્યો હતો. માનવ સ્વાસ્થ્ય પરની અસરોનું મૂલ્યાંકન કરવા માટે, તેઓએ પાણીની ગુણવત્તા અને આરોગ્યસંભાળની પહોંચ જેવા પરિબળોને ધ્યાનમાં લેતા, ગીધના રહેઠાણોના નકશા અને ૬૦૦થી વધુ જિલ્લાઓના આરોગ્ય રેકોર્ડનું વિશ્લેષણ કર્યું.સર્વેક્ષણ કરાયેલા જિલ્લાઓમાં મૃત્યુદર સરેરાશ ૦.૯ પ્રતિ ૧૦૦૦ લોકો પર હતો. એવા વિસ્તારોમાં જ્યાં ગીધ પરંપરાગત રીતે મોટી સંખ્યામાં રહેતા હતા, માનવ મૃત્યુદર સરેરાશ ૪.૭ જ્યારે ગીધના ચોક્કસ રહેઠાણ ન હોય તેવા જિલ્લાઓમાં મૃત્યુદર ૦.૯ ટકા પર સ્થિર રહ્યો હતો.
નાણાંકીય દ્રષ્ટિકોણથી ગણતરી કરતા એક વ્યક્તિનું જીવન બચાવવા માટે ખર્ચ કરવાની ભારતીય સમાજની ઈચ્છાનું આર્થિક મૂલ્ય આશરે ૬૬૫૦૦૦ ડોલર હતું. આનાથી ગીધની વસ્તીના નુકશાનથી દર વર્ષે અંદાજે ૭૦ બિલિયન ડોલરનું કુલ આર્થિક નુકસાન થયું.સંશોધનને ટાંકીને, સંશોધકોએ કહ્યું કે આવા ડેટા કાયદા ઘડનારાઓને પગલાં લેવા માટે સમજાવવામાં મદદ કરી શકે છે. જાે તમે તેમને આકર્ષક ડેટા આપો છો, તો કદાચ નીતિ અને સંરક્ષણના પગલાંને આગળ ધપાવવાનું સરળ બનશે.
નવા અભ્યાસને અન્ય પ્રજાતિઓ પર પણ લાગુ કરી શકાય છે. તે કહે છે કે આવી પદ્ધતિઓ પર્યાવરણીય અર્થશાસ્ત્રીઓને માનવ સ્વાસ્થ્ય પર અસરો ધરાવતી અન્ય પ્રજાતિઓને લક્ષમાં લેવા માટે પ્રોત્સાહિત કરી શકે છે.સંશોધકોની ટીમનું કહેવું છે કે ભારત સરકારે ૨૦૦૬માં ડીક્લોફેનાકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ ગીધની સંખ્યામાં સંપૂર્ણ સુધારો થયો નથી. તે કહે છે કે આનાથી પ્રજાતિઓના નુકશાનને નિયંત્રણમાંથી બહાર આવે તે પહેલાં તેને નિયંત્રિત કરવું વધુ મહત્વપૂર્ણ બનાવે છે.
Loading ...