મુંબઈ-

કોરોનાકાળમાં રિલીઝ થયેલી 'મુંબઈ સાગા'એ પહેલાં દિવસે ૨.૮૨ કરોડની કમાણી કરી હતી. 'રૂહી'એ ૩.૬ કરોડ કમાયા હતા. ડિસ્ટ્રિબ્યૂટરે કહ્યું હતું કે ફિલ્મના ડિસ્ટ્રિબ્યૂશનમાં થોડી ભૂલ થઈ હતી. ડિસ્ટ્રિબ્યૂટર તથા એક્ઝિબિટર શૅરિંગ વચ્ચે છેલ્લાં દિવસ સુધી વાત ચાલતી હતી. ફિલ્મની લોકલ પબ્લિસિટી થઈ નથી. અક્ષય કુમારને જાેનારો બહુ મોટો વર્ગ નાના શહેરનો સિંગલ સ્ક્રિનનો દર્શક છે. પ્રિન્ટ પબ્લિસિટી ના થઈ હોવાથી વાત તેમના સુધી પહોંચી નહીં.ટ્રેડ એનલિસ્ટ તથા પ્રોડ્યૂસર ગિરીશ જૌહરે કહ્યું હતું કે સામાન્ય દિવસમાં અક્ષય કુમારની ફિલ્મ પહેલાં દિવસ ૧૫-૨૦ કરોડની કમાણી કરતી હોય છે. ફિલ્મ 'ગુડ ન્યૂઝ'એ પહેલાં દિવસે ૧૭.૫૬ કરોડની કમાણી કરી હતી.
'બેલબોટમ'ની કમાણી અપેક્ષા કરતાં ઓછી થઈ છે. ૩૦% રેવન્યૂ આપતાં મહારાષ્ટ્રના થિયેટર બંધ છે. આ જ કારણે હવે બિગ બજેટ ફિલ્મની રિલીઝ પર સંકટ તોડાઈ રહ્યું છે.તમિલનાડુમાં 'બેલબોટમ'ની કમાણી અપેક્ષા કરતાં વધુ થઈ શકે છે 'બેલબોટમ'નું બજેટ ૪૫ કરોડ, પહેલાં દિવસે ૨.૭૫ કરોડની કમાણી કરી રવિવારે ૪.૪ કરોડની કમાણી કરી'બેલબોટમ'ની ચાર દિવસની કમાણીથી સિનેમા સાથે જાેડાયેલા લોકો નિરાશ થયા છે. કોરોનાની બીજી લહેર બાદ બિગ બજેટ ફિલ્મ ફિલ્મ 'બેલબોટમ'ને થિયેટરમાં રિલીઝ કરવાનું સાહસ પ્રોડ્યૂસર્સે કર્યું હતું, પરંતુ કમાણીના આંકડા સારા નથી.ફિલ્મે ૪ દિવસમાં ૧૩.૪૫ કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનલિસ્ટના મતે, 'બેલબોટમ'ની રિલીઝ બાદ ઘણી જ આશા હતી, પરંતુ હવે ૬થી વધુ બિગ ફિલ્મ ૨૦૨૨ સુધી રિલીઝ થશે નહીં. જાેકે, 'ચેહરે' ૨૭ ઓગસ્ટ તથા કંગના રનૌતની 'થલાઇવી' ૧૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છ અહીંયા સોમવાર, ૨૩ ઓગસ્ટે થિયેટર ઓપન થયા અને તમિળ કન્ટેન્ટ ના હોવાથી મોટાભાગના મલ્ટીપ્લેક્સમાં 'બેલબોટમ' જ રિલીઝ થઈ છે.
જાેકે, હવે મોટાભાગની બિગ બજેટ ફિલ્મ દિવાળી અથવા ૨૦૨૨માં જ આવી શકે છે.ટ્રેડ એનલિસ્ટ એન રમેશ બાલાએ કહ્યું હતું કે બિગ બજેટ ફિલ્મના મેકર્સ પણ સ્વીકારે છે કે જ્યાં સુધી મહારાષ્ટ્રમાં થિયેટર ખુલતા નથી અને દેશમાં ૧૦૦% ઓક્યુપન્સીની પરવાનગી મળતી નથી, લોકો પહેલાંની જેમ થિયેટરમાં આવતા નથી, ત્યાં સુધી ફિલ્મ રિલીઝ કરવાનો કોઈ જ અર્થ નથી.'ચેહરે' ૨૭ ઓગસ્ટ તથા 'થલાઈવી' ૧૦ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. જાેકે, આ ફિલ્મ પાસેથી બોક્સ ઓફિસ કલેક્શન અંગે ખાસ કોઈ આશા નથી