અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે સરકારે લઘુતમ વેતન વધાર્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
27, સપ્ટેમ્બર 2024  |   નવી દિલ્હી   |   573606



તહેવારોની સિઝન પહેલાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબરી છે. કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે લઘુતમ વેતન દર વધારવાની જાહેરાત કરી છે. આ મજૂરોના જીવનનિર્વાહના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને લઘુતમ વેતન દર વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૪થી આ વધારો લાગુ થશે.

શ્રમ અને રોજગાર મંત્રાલયે આ ર્નિણયની માહિતી આપતાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે જાેડાયેલા વિવિધ સંગઠનોમાં બાંધકામ, લોડિંગ અને અનલોડિંગ, વોચ એન્ડ વોર્ડ, સફાઈ, ક્લીનિંગ, હાઉસકીપિંગ, માઇનિંગ, કૃષિ સંબંધિત કામદારોને લઘુતમ વેતન વધારાથી મોટો ફાયદો થશે. નવો લઘુતમ વેતન દર ૧ ઓક્ટોબર ૨૦૨૪થી લાગુ થશે. આ પહેલાં એપ્રિલ ૨૦૨૪માં લઘુતમ વેતન વધારવામાં આવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું કે વેરિએબલ મોંઘવારી ભથ્થાની સમીક્ષા બાદ લઘુતમ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે.

લઘુતમ વેતન દરને કુશળ, અકુશળ, અર્ધ કુશળ અને ઉચ્ચ કુશળ તેમજ એ, બી અને સી ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. લઘુતમ વેતન દરમાં વધારા બાદ એરિયા એમાં બાંધકામ, સફાઈ, ક્લીનિંગ, લોડિંગ અને અનલોડિંગમાં કામ કરતા અકુશળ કામદારોનું વેતન ૭૮૩ રૂપિયા પ્રતિ દિવસ અથવા ૨૦,૩૫૮ રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવ્યું છે. અર્ધ કુશળ કામદારો માટે ૮૬૮ રૂપિયા પ્રતિ દિવસ અથવા ૨૨,૬૫૮ રૂપિયા પ્રતિ માસ અને કુશળ, ક્લેરિકલ અને હથિયાર વગરના વોચ એન્ડ વોર્ડ માટે ૯૫૪ રૂપિયા પ્રતિ દિવસ અથવા ૨૪,૮૦૪ રૂપિયા પ્રતિ માસ લઘુતમ વેતન કરી દેવામાં આવ્યું છે. જે કામદારો અત્યંત કુશળ છે અને હથિયારધારી વોચ એન્ડ વોર્ડ માટે લઘુતમ વેતન વધારીને ૧૦૩૫ રૂપિયા પ્રતિ દિવસ અથવા ૨૬,૯૧૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે.કેન્દ્ર સરકાર વર્ષમાં ઔદ્યોગિક કામદારોના ગ્રાહક ભાવ સૂચકાંકમાં વધારા બાદ વર્ષમાં બે વાર વેરિએબલ મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે જે ૧ એપ્રિલ અને ૧ ઓક્ટોબરથી લાગુ કરવામાં આવે છે. આ પહેલા દિલ્હીના નવા સીએમ આતિશીએ લઘુત્તમ વેતન વધારીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં કામ કરતા કામદારોને મોટી ભેટ આપી હતી. છછઁ સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દરો ૧ ઓક્ટોબરથી દિલ્હીમાં લાગુ થશે. ૨૫ સપ્ટેમ્બરે લઘુત્તમ વેતનમાં વધારાની જાહેરાત કરતા સીએમ આતિશીએ કહ્યું હતું કે દિલ્હીમાં અકુશળ કામદારોનું લઘુત્તમ વેતન ૧૮,૦૬૬ રૂપિયા પ્રતિ માસ, અર્ધ-કુશળ કામદારોનું લઘુત્તમ વેતન ૧૯,૯૨૯ રૂપિયા અને કુશળ કામદારોનું લઘુત્તમ વેતન ૨૧,૯૧૭ રૂપિયા હશે. .

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution